< Esajas 24 >
1 Se, HERREN gør Jorden tom og øde og vender op og ned paa dens Overflade, han spreder dens Beboere;
૧જુઓ! યહોવાહ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે, તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરવિખેર કરી નાખે છે.
2 det gaar Lægfolk som Præst, Træl som Herre, Trælkvinde som Frue, Køber som Sælger, Laangiver som Laantager, Aagerkarl som Skyldner.
૨જેવી લોકની, તેવી યાજકની; જેવી ચાકરની, તેવી જ તેના શેઠની; જેવી દાસીની, તેવી જ તેની શેઠાણીની; જેવી ખરીદનારની, તેવી જ વેચનારની; જેવું ઉછીનું આપનારની, તેવી જ લેનારની; જેવી લેણદારની, તેવી જ દેણદારની સ્થિતિ થશે.
3 Jorden tømmes og plyndres i Bund og Grund, thi HERREN har talet dette Ord.
૩પૃથ્વી સંપૂર્ણ ખાલી કરાશે અને તદ્દન ઉજ્જડ કરાશે, કેમ કે યહોવાહ આ વચન બોલ્યા છે.
4 Jorden blegner og segner, Jorderig sygner og segner, Jordens Højder sygner hen.
૪પૃથ્વી સુકાઈ જાય છે અને જીર્ણ થઈ જાય છે, દુનિયા સુકાઈને સંકોચાઈ જાય છે, પૃથ્વીના અગ્રણી લોકો ક્ષીણ થતા જાય છે.
5 Vanhellig blev Jorden under dem, som bor der, thi Lovene krænked de, overtraadte Budet, brød den evige Pagt.
૫પૃથ્વી તેના રહેવાસીઓનાં પાપ રૂપી ઉલ્લંઘનોને લીધે, વિધાનનો અનાદર કર્યાને લીધે ભ્રષ્ટ થઈ છે અને તેણે સનાતન કરારનો ભંગ કર્યો છે.
6 Derfor fortærer Forbandelse Jorden, og bøde maa de, som bor der. Derfor svides Jordens Beboere bort, kun faa af de dødelige levnes.
૬તેથી શાપ પૃથ્વીને ગળી જાય છે અને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે. પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને થોડાં જ માણસો બાકી રહ્યાં છે.
7 Druesaften sørger, Vinranken sygner alle de hjertensglade sukker;
૭નવો દ્રાક્ષારસ સુકાઈ જાય છે, દ્રાક્ષાવેલો કરમાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.
8 Haandpaukens Klang er endt, de jublendes Larm hørt op, endt er Citrens Klang.
૮ખંજરીના હર્ષનો અવાજ બંધ થાય છે અને હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી; વીણાનો હર્ષ બંધ પડે છે.
9 De drikker ej Vin under Sang, besk smager den stærke Drik.
૯તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ અને દારૂ પીનારાને તે કડવો લાગશે.
10 Den øde Stad ligger nedbrudt, stængt er hver Boligs Indgang.
૧૦ભારે અવ્યવસ્થાનું નગર તૂટી પડ્યું છે; દરેક ઘરો બંધ અને ખાલી કરવામાં આવ્યા છે.
11 Man jamrer over Vinen paa Gaden, bort er al Glæde svundet; landflygtig er Landets Fryd.
૧૧રસ્તાઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ ઓસરી ગયેલો છે, પૃથ્વી પરથી આનંદ લોપ થયો છે.
12 I Byen er Øde tilbage, og Porten er hugget i Splinter.
૧૨નગરમાં પાયમાલી થઈ રહી છે અને દરવાજા તોડીને વિનાશ થઈ રહ્યો છે.
13 Thi paa Jorden midt iblandt Folkene gaar det, som naar Olietræets Frugt slaas ned, som ved Efterslæt, naar Vinen er høstet:
૧૩પૃથ્વીમાં લોકો ઝુડાયેલા જૈતૂન વૃક્ષ જેવા, તથા દ્રાક્ષાને વીણી લીધા પછી બાકી રહેલા દ્રાક્ષાવેલા જેવા થશે.
14 Disse opløfter Røsten, jubler over HERRENS Storhed, raaber fra Vesten:
૧૪તેઓ મોટે સાદે બૂમ પાડશે અને યહોવાહના મહિમાને લીધે આનંદથી સમુદ્રને સામે પારથી પોકારશે.
15 »Derfor skal I ære HERREN i Østen, paa Havets Strande HERRENS, Israels Guds, Navn!«
૧૫તેથી પૂર્વમાં યહોવાહનો મહિમા ગાઓ અને સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નામને મહિમા આપો.
16 Fra Jordens Grænse hører vi Lovsange: »Hil den retfærdige!« Men jeg siger: Jeg usle, jeg usle, ve mig, Ransmænd raner, Ransmænd raner Ran,
૧૬પૃથ્વીને છેડેથી આપણે, “ન્યાયીનો મહિમા થાઓ” એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, “હું વેડફાઈ જાઉં છું, હું વેડફાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; હા, ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.”
17 Gru og Grav og Garn over dig, som bor paa Jorden!
૧૭હે પૃથ્વીવાસીઓ, ભય, ખાડો તથા ફાંદો તમારા પર આવી પડ્યો છે.
18 Den, der flygter for Gru, skal falde i Grav, og den, der naar op af Grav, skal fanges i Garn. Thi Sluserne oventil aabnes, og Jordens Grundvolde vakler.
૧૮જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંદામાં પડશે. આકાશની બારીઓ ખોલવામાં આવશે અને પૃથ્વીના પાયા હલાવવામાં આવશે.
19 Jorden smuldrer og smuldrer, Jorden gynger og gynger, Jorden skælver og skælver;
૧૯પૃથ્વી તદ્દન તૂટી ગયેલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવશે; પૃથ્વીને હિંસક રીતે હલાવવામાં આવશે.
20 Jorden raver og raver som drukken og svajer som Vogterens Hytte; tungt ligger dens Brøde paa den, den segner og rejser sig ikke.
૨૦પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે. તેનો અપરાધ તેના પર ભારરૂપ થઈ પડશે, તે પડશે અને ફરીથી ઊઠશે નહિ.
21 Paa hin Dag hjemsøger HERREN Himlens Hær i Himlen og Jordens Konger paa Jorden.
૨૧તે દિવસે યહોવાહ ઉચ્ચસ્થાનના સૈન્યને આકાશમાં તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને સજા કરશે.
22 De slæbes i Fængsel som Fanger, holdes under Laas og Lukke og straffes lang Tid efter.
૨૨તેઓ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરશે અને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે; અને ઘણા દિવસો પછી તેઓનો ન્યાય કરવામાં આવશે.
23 Maanen blues og Solen skæmmes, thi Hærskarers HERRE viser, han er Konge paa Zions Bjerg, i Jerusalem; for hans Ældstes Øjne er Herlighed.
૨૩ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.