< Hoseas 3 >
1 Og HERREN sagde til mig: »Gaa atter hen og elsk en Kvinde, som har Elskere og boler, ligesom HERREN elsker Israeliterne, endskønt de vender sig til fremmede Guder og elsker Rosinkager.«
૧યહોવાહે મને કહ્યું, “ફરીથી જા, ઇઝરાયલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે છતાં તેમના યહોવાહ તેમના પર પ્રેમ કરે છે તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર.”
2 Saa købte jeg mig hende for femten Sekel Sølv og en Homer og en Letek Byg.
૨તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી અને સાત મણ જવ આપીને વેચાતી લીધી.
3 Og jeg sagde til hende: »I lang Tid skal du vente paa mig; du maa ikke bedrive Hor eller tilhøre nogen Mand; heller ikke jeg vil komme til dig.«
૩મેં તેને કહ્યું, “ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ. એ જ રીતે હું તારી સાથે છું.”
4 Thi i lang Tid skal Israeliterne vente uden Konge og Fyrste, uden Slagtoffer og Stenstøtte, uden Efod og Husgud.
૪કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે.
5 Siden skal Israeliterne omvende sig og søge HERREN deres Gud og David, deres Konge, og bævende komme til HERREN og hans Velsignelse i de sidste Dage.
૫ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.