< 2 Mosebog 3 >
1 Moses vogtede nu Smaakvæget for sin Svigerfader Jetro, Præsten i Midjan, og drev engang Smaakvæget hen hinsides Ørkenen og kom til Guds Bjerg Horeb.
૧હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
2 Da aabenbarede HERRENS Engel sig for ham i en Ildslue, der slog ud af en Tornebusk, og da han saa nærmere til, se, da stod Tornebusken i lys Lue, uden at den blev fortæret.
૨ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું.
3 Da sagde Moses: »Lad mig gaa hen og se paa dette underfulde Skue, hvorfor Tornebusken ikke brænder op.«
૩તેથી મૂસાએ વિચાર્યું કે, “હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?”
4 Men da HERREN saa, at han gik hen for at se derpaa, raabte Gud til ham fra Tornebusken: »Moses, Moses!« Og han svarede: »Se, her er jeg!«
૪યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.”
5 Da sagde han: »Kom ikke nærmere! Drag dine Sko af dine Fødder, thi det Sted, du staar paa, er hellig Jord!«
૫ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.”
6 Og han sagde: »Jeg er din Faders Gud, Abrahams Gud, Isaks Gud og Jakobs Gud.« Da skjulte Moses sit Ansigt, thi han frygtede for at skue Gud.
૬“હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું.” તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી.
7 Derpaa sagde HERREN: »Jeg har set mit Folks Elendighed i Ægypten, og jeg har hørt deres Klageskrig over deres Undertrykkere, ja, jeg kender deres Lidelser;
૭પછી યહોવાહે કહ્યું, “મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે.
8 og jeg er steget ned for at udfri dem af Ægyptens Haand og føre dem bort fra dette Land til et godt og vidtstrakt Land, til et Land, der flyder med Mælk og Honning, til Kana'anæernes, Hetiternes, Amoriternes, Perizziternes, Hivviternes og Jebusiternes Egn.
૮હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.
9 Se, nu er Israeliternes Klageskrig naaet til mig, og jeg har ogsaa set den Trængsel, Ægypterne har bragt over dem.
૯મેં ઇઝરાયલીઓનું રુદન સાંભળ્યું છે અને મિસરીઓ તેઓના ઉપર જે અત્યાચાર ગુજારે છે તે મેં નિહાળ્યા છે.
10 Derfor vil jeg nu sende dig til Farao, og du skal føre mit Folk, Israeliterne, ud af Ægypten!«
૧૦માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું.”
11 Men Moses sagde til Gud: »Hvem er jeg, at jeg skulde kunne gaa til Farao og føre Israeliterne ud af Ægypten?«
૧૧પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?”
12 Han svarede: »Jo, jeg vil være med dig! Og dette skal være dig Tegnet paa, at det er mig, der har sendt dig: Naar du har ført Folket ud af Ægypten, skal I dyrke Gud paa dette Bjerg!«
૧૨પણ ઈશ્વરે કહ્યું, “હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો.”
13 Men Moses sagde til Gud: »Naar jeg kommer til Israeliterne og siger dem, at deres Fædres Gud har sendt mig til dem, hvad skal jeg saa svare dem, hvis de spørger om hans Navn?«
૧૩મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, ‘તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે?’ તો હું તેઓને શો જવાબ આપું?”
14 Gud svarede Moses: »Jeg er den, jeg er!« Og han sagde: »Saaledes skal du sige til Israeliterne: JEG ER har sendt mig til eder!«
૧૪ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું.” તું ઇઝરાયલીઓને કહેજે કે ‘હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’”
15 Og Gud sagde fremdeles til Moses: »Saaledes skal du sige til Israeliterne: HERREN, eders Fædres Gud, Abrahams Gud, Isaks Gud og Jakobs Gud, har sendt mig til eder; dette er mit Navn til evig Tid, og saaledes skal jeg kaldes fra Slægt til Slægt.
૧૫વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.’”
16 Gaa nu hen og kald Israels Ældste sammen og sig til dem: HERREN, eders Fædres Gud, Abrahams, Isaks og Jakobs Gud, har aabenbaret sig for mig og sagt: Jeg har givet Agt paa eder og paa, hvad man har gjort imod eder i Ægypten,
૧૬વળી ઈશ્વરે કહ્યું, “તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે;
17 og jeg har sat mig for at føre eder ud af Ægyptens Elendighed til Kana'anæernes, Hetiternes, Amoriternes, Perizziternes, Hivviternes og Jebusiternes Land, til et Land, der flyder med Mælk og Honning!
૧૭અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને મિસરના આ દુર્દશામાંથી મુક્ત કરાવીને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ. એ દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.’
18 De vil høre paa dig, og du skal sammen med Israels Ældste gaa til Ægypterkongen, og I skal sige til ham: HERREN, Hebræernes Gud, har mødt os, tillad os derfor at drage tre Dagsrejser ud i Ørkenen og ofre til HERREN vor Gud!
૧૮લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.”
19 Jeg ved vel, at Ægypterkongen ikke vil tillade eder at drage bort uden med Magt;
૧૯જો કે મને ખબર તો છે જ કે મિસરનો રાજા તમને ત્યાં નહિ જવા દે. હા, કોઈ સામર્થ્યવાન હાથ જ તમને ત્યાં લઈ જશે.
20 men jeg skal udrække min Haand og ramme Ægypten med alle mine Undergerninger, som jeg vil gøre der; saa skal han give eder Lov til at drage af Sted.
૨૦આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.
21 Og jeg vil stemme Ægypterne gunstigt mod dette Folk, saa at I, naar I drager bort, ikke skal drage bort med tomme Hænder.
૨૧અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો.
22 Enhver Kvinde skal bede sin Naboerske og de Kvinder, som er til Huse hos hende, om Sølv og Guldsmykker og Klæder, og I skal give eders Sønner og Døtre det paa. Saaledes skal I tage Bytte fra Ægypterne.«
૨૨પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો.”