< Første Kongebog 4 >
1 Kong Salomo var Konge over hele Israel.
૧સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.
2 Hans øverste Embedsmænd var følgende: Azarja, Zadoks Søn, var Ypperstepræst;
૨આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
3 Elihoref og Ahija, Sjisjas Sønner, var Statsskrivere; Josjafat, Ahiluds Søn, var Kansler;
૩શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
4 Benaja, Jojadas Søn, stod i Spidsen for Hæren; Zadok og Ebjatar var Præster;
૪યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
5 Azarja, Natans Søn, var Overfoged; Præsten Zabud, Natans Søn, var Kongens Ven;
૫નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.
6 Ahisjar var Slotshøvedsmand; Adoniram, Abdas Søn, havde Tilsyn med Hoveriarbejdet.
૬અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.
7 Fremdeles havde Salomo tolv Fogeder over hele Israel, som skulde sørge for Kongens og Hoffets Underhold, hver af dem en Maaned om Aaret.
૭સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.
8 Deres Navne var: Hurs Søn i Efraims Bjerge;
૮આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,
9 Dekers Søn i Makaz-Sja'albim, Bet-Sjemesj og Elon indtil Bet-Hanan;
૯માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,
10 Heseds Søn i Arubbot; han havde Soko og hele Hefers Land;
૧૦અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.
11 Abinadabs Søn havde hele Dors Højland; han var gift med Salomos Datter Tafat;
૧૧દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.
12 Ba'ana, Ahiluds Søn, havde Ta'anak, Megiddo og hele Bet-Sjean op til Zaretan, neden for Jizre'el fra Bet-Sjean til Abel-Mehola ud over Jokmeam;
૧૨તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,
13 Gebers Søn i Ramot i Gilead; han havde Manasses Søn Ja'irs Teltbyer i Gilead, og han havde Argoblandet i Basan, tresindstyve store Byer med Mure og Kobberportstænger;
૧૩રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.
14 Ahinadab, Iddos Søn, havde Mahanajim;
૧૪માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો.
15 Ahima'az i Naftali; han var ligeledes gift med en Datter af Salomo, Basemat;
૧૫અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
16 Ba'ana, Husjajs Søn, i Aser og Bealot;
૧૬આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,
17 Josjafat, Paruas Søn, i Issakar;
૧૭ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.
18 Sjim'i, Elas Søn, i Benjamin;
૧૮અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.
19 Geber, Uris Søn, i Gads Land, det Land, der havde tilhørt Amoriterkongen Sihon og Kong Og af Basan; der var kun een Foged i det Land.
૧૯અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
20 Juda og Israel var talrige, saa talrige som Sandet ved Havet, og de spiste og drak og var glade.
૨૦યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.
21 Og Salomo herskede over alle Rigerne fra Floden til Filisternes Land og Ægyptens Grænse og de bragte Gaver og tjente Salomo, saa længe han levede.
૨૧નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.
22 Salomos daglige Behov af Levnedsmidler var tredive Kor fint Hvedemel og tresindstyve Kor almindeligt Mel,
૨૨સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,
23 ti Stykker Fedekvæg, tyve Stykker Græskvæg og hundrede Stykker Smaakvæg foruden Hjorte, Gazeller, Antiloper og fede Gæs.
૨૩દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
24 Thi han herskede over hele Landet hinsides Floden, fra Tifsa til Gaza, over alle Kongerne hinsides Floden, og han havde Fred rundt om til alle Sider;
૨૪કેમ કે નદીની આ બાજુના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી સર્વ રાજાઓ તેને તાબે હતા અને તેની ચારેબાજુ શાંતિ હતી.
25 og Juda og Israel boede trygt, saa længe Salomo levede, hver Mand under sin Vinstok og sit Figentræ, fra Dan til Be'ersjeba.
૨૫સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.
26 Og Salomo havde 40 000 Spand Heste til sit Vognhold og 12 000 Ryttere.
૨૬સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા.
27 Og de nævnte Fogeder sørgede for Underhold til Kong Salomo og alle, der havde Adgang til hans Bord, hver i sin Maaned, og de lod det ikke skorte paa noget;
૨૭દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
28 og Byggen og Straaet til Hestene og Forspandene bragte de til det Sted, hvor han var, efter som Turen kom til hver enkelt.
૨૮તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા.
29 Gud skænkede Salomo Visdom og Kløgt i saare rigt Maal og en omfattende Forstand, som Sandet ved Havets Bred,
૨૯ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.
30 saa at Salomos Visdom var større end alle Østerlændingenes og alle Ægypternes Visdom.
૩૦પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.
31 Han var visere end alle andre, ja visere end Ezraiten Etan og visere end Heman, Kalkol og Darda, Mahols Sønner, og hans Ry naaede ud til alle Folkeslag rundt om.
૩૧તે સર્વ માણસો કરતાં વિશેષ જ્ઞાની હતો. એથાન એઝ્રાહી કરતાં, માહોલના દીકરાઓ હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ તે વધારે જ્ઞાની હતો. તેની કીર્તિ આસપાસના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ.
32 Han fremsagde 3000 Tankesprog, og Tallet paa hans Sange var 1005.
૩૨તેણે ત્રણ હજાર નીતિવચનો કહ્યાં અને તેનાં રચેલાં ગીતોની સંખ્યા એક હજાર પાંચ હતી.
33 Han talte om Træerne lige fra Cederen paa Libanon til Ysopen, der vokser frem af Muren; og han talte om Dyrene, Fuglene, Krybdyrene og Fiskene.
૩૩તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.
34 Fra alle Folkeslag kom man for at lytte til Salomos Visdom, fra alle Jordens Konger, der hørte om hans Visdom.
૩૪જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.