< Žalmy 96 >
1 Zpívejte Hospodinu píseň novou, zpívej Hospodinu všecka země.
૧યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
2 Zpívejte Hospodinu, dobrořečte jménu jeho, zvěstujte den po dni spasení jeho.
૨યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
3 Vypravujte mezi národy slávu jeho, mezi všemi lidmi divy jeho.
૩વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
4 Nebo veliký Hospodin, a vší chvály hodný, i hrozný jest nade všecky bohy.
૪કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
5 Všickni zajisté bohové národů jsou modly, ale Hospodin nebesa učinil.
૫કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
6 Sláva a důstojnost před ním, síla i okrasa v svatyni jeho.
૬ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 Vzdejte Hospodinu čeledi národů, vzdejte Hospodinu čest i moc.
૭લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
8 Vzdejte Hospodinu čest jména jeho, přineste dary, a vejděte do síňcí jeho.
૮યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
9 Sklánějte se Hospodinu v okrase svatoti, boj se oblíčeje jeho všecka země.
૯પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
10 Rcete mezi pohany: Hospodin kraluje, a že i okršlek zemský upevněn bude, tak aby se nepohnul, a že souditi bude lidi spravedlivě.
૧૦વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
11 Rozveseltež se nebesa, a plésej země, zvuč moře, i což v něm jest.
૧૧આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
12 Plésej pole a vše, což na něm, tehdáž ať prozpěvuje všecko dříví lesní,
૧૨ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
13 Před tváří Hospodina; neboť se béře, béře se zajisté, aby soudil zemi. Budeť souditi okršlek světa v spravedlnosti, a národy v pravdě své.
૧૩યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.