< Žalmy 76 >
1 Přednímu z kantorů na neginot, žalm Azafův a píseň. Znám jest Bůh v Judstvu, a v Izraeli veliké jméno jeho.
૧મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
2 V Sálem jest stánek jeho, a obydlé jeho na Sionu.
૨તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 Tamť jest polámal ohnivé šípy lučišť, pavézu a meč, i válku. (Sélah)
૩ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)
4 Slavný jsi učiněn a důstojný horami loupeže.
૪સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5 V loupež dáni jsou udatní srdcem, zesnuli snem svým, aniž nalezly zmužilé hrdiny síly v rukou svých.
૫જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6 Od žehrání tvého, ó Bože Jákobův, i vůz i kůň tvrdě zesnuli.
૬હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
7 Ty jsi, ty velmi hrozný, a kdo jest, ješto by před tebou ostál v rozhněvání tvém?
૭તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 Když s nebe dáváš slyšeti výpověd svou, země se bojí a tichne,
૮તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
9 Když povstává k soudu Bůh, aby zachoval všecky pokorné na zemi. (Sélah)
૯હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. (સેલાહ)
10 Zajisté i hněv člověka chváliti tě musí, a ostatek zůřivosti skrotíš.
૧૦નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.
11 Sliby čiňte a plňte Hospodinu Bohu vašemu; kteřížkoli jste vůkol něho, přinášejte dary Přehroznému.
૧૧તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
12 Onť odjímá ducha knížatům, a k hrůze jest králům zemským.
૧૨તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.