< Žalmy 47 >
1 Přednímu zpěváku z synů Chóre, žalm. Všickni národové plésejte rukama, trubte Bohu s hlasitým prozpěvováním.
૧મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
2 Nebo Hospodin nejvyšší, hrozný, jest král veliký nade vší zemi.
૨કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
3 Uvozuje lidi v moc naši, a národy pod nohy naše.
૩તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
4 Oddělil nám za dědictví naše slávu Jákobovu, kteréhož miloval. (Sélah)
૪તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. (સેલાહ)
5 Vstoupil Bůh s troubením, Hospodin s zvukem trouby.
૫ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
6 Žalmy zpívejte Bohu, zpívejte; zpívejte žalmy králi našemu, zpívejte.
૬ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
7 Nebo král vší země Bůh jest, zpívejte žalmy rozumně.
૭કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
8 Kralujeť Bůh nad národy, Bůh sedí na trůnu svém svatém.
૮ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
9 Knížata národů připojili se k lidu Boha Abrahamova; nebo pavézy země Boží jsou, pročež on náramně vyvýšen jest.
૯લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.