< Žalmy 115 >
1 Ne nám, Hospodine, ne nám, ale jménu svému dej čest, pro milosrdenství své a pro pravdu svou.
૧હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
2 Proč mají říkati pohané: Kdež jest nyní Bůh jejich?
૨પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
3 Ješto Bůh náš jest na nebi, čině všecko, což se mu líbí.
૩અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
4 Modly pak jejich jsou stříbro a zlato, dílo rukou lidských.
૪તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
5 Ústa mají, a nemluví, oči mají, a nevidí.
૫તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
6 Uši mají, a neslyší, nos mají, a nečijí.
૬તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
7 Ruce mají, a nemakají, nohy mají, a nechodí, aniž volati mohou hrdlem svým.
૭તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
8 Nechať jsou jim podobni, kteříž je dělají, a kdožkoli v nich doufají.
૮તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
9 Izraeli, doufej v Hospodina, nebo spomocníkem a štítem takových on jest.
૯હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
10 Dome Aronův, doufej v Hospodina, spomocníkem a štítem takových on jest.
૧૦હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
11 Kteříž se bojíte Hospodina, doufejte v Hospodina, spomocníkem a štítem takových on jest.
૧૧હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
12 Hospodin rozpomena se na nás, požehná; požehná domu Izraelovu, požehná i domu Aronovu.
૧૨યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
13 Požehná bojícím se Hospodina, malým, i velikým.
૧૩જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
14 Rozmnoží Hospodin vás, vás i syny vaše.
૧૪યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
15 Požehnaní vy od Hospodina, kterýž učinil nebesa i zemi.
૧૫તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
16 Nebesa jsou nebesa Hospodinova, zemi pak dal synům lidským.
૧૬આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
17 Ne mrtví chváliti budou Hospodina, ani kdo ze všech těch, kteříž sstupují do místa mlčení,
૧૭મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
18 Ale my dobrořečiti budeme Hospodinu od tohoto času až na věky. Halelujah.
૧૮પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.