< Žalmy 113 >
1 Halelujah. Chvalte služebníci Hospodinovi, chvalte jméno Hospodinovo.
૧યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
2 Budiž jméno Hospodinovo požehnáno od tohoto času až na věky.
૨યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 Od východu slunce až do západu jeho chváleno buď jméno Hospodinovo.
૩સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
4 Vyvýšenť jest nade všecky národy Hospodin, a nad nebesa sláva jeho.
૪યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
5 Kdo jest rovný Hospodinu Bohu našemu, kterýž vysoko bydlí?
૫આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
6 Kterýž snižuje se, aby všecko spatřoval, což jest na nebi i na zemi.
૬આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
7 Vyzdvihuje z prachu nuzného, a z hnoje vyvyšuje chudého,
૭તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
8 Aby jej posadil s knížaty, s knížaty lidu svého.
૮જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
9 Kterýž vzdělává neplodnou v čeled, a matku veselící se z dítek. Halelujah.
૯તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.