< Príslovia 9 >

1 Moudrost vystavěla dům svůj, vytesavši sloupů svých sedm.
જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે;
2 Zbila dobytek svůj, smísila víno své, stůl také svůj připravila.
તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.
3 A poslavši děvečky své, volá na vrchu nejvyšších míst v městě:
તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે:
4 Kdožkoli jest hloupý, uchyl se sem. Až i bláznivým říká:
“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે,
5 Poďte, jezte chléb můj, a píte víno, kteréž jsem smísila.
આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ.
6 Opusťte hloupost a živi buďte, a choďte cestou rozumnosti.
હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો.
7 Kdo tresce posměvače, dochází hanby, a kdo přimlouvá bezbožnému, pohanění.
જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે.
8 Nedomlouvej posměvači, aby tě nevzal v nenávist; přimlouvej moudrému, a bude tě milovati.
ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.
9 Učiň to moudrému, a bude moudřejší; pouč spravedlivého, a bude umělejší.
જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે.
10 Počátek moudrosti jest bázeň Hospodinova, a umění svatých rozumnost.
૧૦યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.
11 Nebo skrze mne rozmnoží se dnové tvoji, a přidánoť bude let života.
૧૧ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.
12 Budeš-li moudrý, sobě moudrý budeš; pakli posměvač, sám vytrpíš.
૧૨જો તું જ્ઞાની હોય તો તે તારે પોતાને માટે જ્ઞાની છે, જો તું તિરસ્કાર કરીશ તો તારે એકલા એ જ તેનું ફળ ભોગવવાનું છે.”
13 Žena bláznivá štěbetná, nesmyslná, a nic neumí.
૧૩મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે.
14 A sedí u dveří domu svého na stolici, na místech vysokých v městě,
૧૪તે પોતાના ઘરના બારણા આગળ બેસે છે, તે નગરના ઊંચાં સ્થાનોએ આસન વાળીને બેસે છે.
15 Aby volala jdoucích cestou, kteříž přímo jdou stezkami svými, řkuci:
૧૫તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.
16 Kdo jest hloupý, uchyl se sem. A bláznivému říká:
૧૬“જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!” અને બુદ્ધિહીનને તે કહે છે કે.
17 Voda kradená sladší jest, a chléb pokoutní chutnější.
૧૭“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”
18 Ale neví hlupec, že mrtví jsou tam, a v hlubokém hrobě ti, kterýchž pozvala. (Sheol h7585)
૧૮પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે. (Sheol h7585)

< Príslovia 9 >