< Filipským 3 >

1 Dále pak, bratří moji, radujte se v Pánu. Jednostejných věcí vám psáti mně se jistě nestýště, vám pak to bezpečné jest.
છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એકની એક જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી; કારણ કે તે તમારા રક્ષણને માટે છે.
2 Vizte psy, vizte zlé dělníky, vizte roztržku.
કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો.
3 Nebo myť jsme obřízka, kteříž duchem sloužíme Bohu, a chlubíme se v Kristu Ježíši, a nedoufáme v těle,
કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.
4 Ačkoli i já mohl bych doufati v těle. Zdá-liť se komu jinému, že by mohl doufati v těle, já mnohem více,
તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે;
5 Obřezán jsa osmého dne, jsa z rodu Izraelského, pokolení Beniaminova, Žid z Židů, podle zákona farizeus,
આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.
6 A z strany horlivosti protivník církve, z strany pak spravedlnosti zákonní jsa bez úhony.
ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ.
7 Ale to, což mi bylo jako zisk, položil jsem sobě pro Krista za škodu.
છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.
8 Nýbrž i všecky věci pokládám škodou býti pro vyvýšenost známosti Krista Ježíše Pána mého, pro nějž jsem to všecko ztratil, a mám to jako za smetí, jedné abych Krista získal,
વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,
9 A v něm nalezen byl nemající své spravedlnosti, kteráž jest z Zákona, ale tu, kteráž jest z víry Kristovy, spravedlnost, kterážto jest z Boha a u víře záleží,
અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;
10 Abych tak poznal jej, a divnou moc vzkříšení jeho, a společnost utrpení jeho, připodobňuje se k smrti jeho,
૧૦એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,
11 Zda bych tak přišel k vzkříšení z mrtvých.
૧૧કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.
12 Ne že bych již dosáhl, aneb již dokonalým byl, ale snažně běžím, zda bych i dostihnouti mohl, načež uchvácen jsem od Krista Ježíše.
૧૨હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું.
13 Bratří, jáť nemám za to, že bych již dosáhl.
૧૩ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને,
14 Ale to jedno činím, na ty věci, kteréž jsou za mnou, zapomínaje, k těm pak, kteréž jsou přede mnou, úsilně chvátaje, k cíli běžím, k odplatě svrchovaného povolání Božího v Kristu Ježíši.
૧૪ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.
15 Protož kteřížkoli jsme dokonalí, to smýšlejme. A pakli v čem jinak smyslíte, i toť vám Bůh zjeví.
૧૫માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.
16 Ale k čemuž jsme již přišli, v tom při jednostejném zůstávejme pravidle a jednostejně smysleme.
૧૬તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.
17 Spolunásledovníci moji buďte, bratří, a šetřte těch, kteříž tak chodí, jakož máte příklad na nás.
૧૭ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો.
18 Neboť mnozí chodí, o nichž jsem častokrát pravil vám a nyní s pláčem pravím, žeť jsou nepřátelé kříže Kristova,
૧૮કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે.
19 Jichžto konec jest zahynutí, jejichžto bůh jest břicho, a sláva jejich v mrzkostech jejich, kteříž o zemské věci stojí.
૧૯વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.
20 Ale naše měšťanství jestiť v nebesích, odkudž i Spasitele očekáváme Pána Jezukrista,
૨૦પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.
21 Kterýž promění to tělo naše ponížené, tak aby bylo podobné k tělu slávy jeho, podle mocnosti té, kteroužto on mocen jest i všecky věci podmaniti sobě.
૨૧તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’”

< Filipským 3 >