< Filipským 2 >
1 Protož jest-li jaké potěšení v Kristu, jest-li které utěšení lásky, jest-li která společnost Ducha svatého, jsou-li která milosrdenství a slitování,
૧માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય,
2 Naplňte radost mou v tom, abyste jednostejného smyslu byli, jednostejnou lásku majíce, jednodušní jsouce, jednostejně smýšlejíce,
૨તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
3 Nic nečiňte skrze svár anebo marnou chválu, ale v pokoře jedni druhé za důstojnější sebe majíce.
૩પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
4 Nehledejte jeden každý svých věcí, ale každý také toho, což jest jiných.
૪તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
5 Budiž tedy tatáž mysl při vás, jakáž byla při Kristu Ježíši,
૫ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
6 Kterýž jsa v způsobu Božím, nepoložil sobě toho za loupež rovný býti Bohu,
૬પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
7 Ale samého sebe zmařil, způsob služebníka přijav, podobný lidem učiněn.
૭પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;
8 A v způsobu nalezen jako člověk, ponížil se, poslušný jsa učiněn až do smrti, a to do smrti kříže.
૮અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
9 Protož i Bůh povýšil ho nade vše a dal jemu jméno, kteréž jest nad každé jméno,
૯તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
10 Aby ve jménu Ježíše každé koleno klekalo, těch, kteříž jsou na nebesích, a těch, jenž jsou na zemi, i těch, jenž jsou pod zemí,
૧૦સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે;
11 A každý jazyk aby vyznával, že Ježíš Kristus jest Pánem v slávě Boha Otce.
૧૧અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
12 A tak, moji milí, jakož jste vždycky poslušni byli, netoliko v přítomnosti mé, ale nyní mnohem více, když jsem vzdálen od vás, s bázní a s třesením spasení své konejte.
૧૨તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
13 Bůh zajisté jest, kterýž působí v vás i chtění i skutečné činění, podle dobře libé vůle své.
૧૩કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.
14 Všecko pak čiňte bez reptání a bez pochybování,
૧૪બડબડાટ તથા તકરાર વગર બધું કરો
15 Abyste byli bez úhony, a upřímí synové Boží, bez obvinění uprostřed národu zlého a převráceného; mezi kterýmižto svěťte jakožto světla na světě,
૧૫કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.
16 Slovo života zachovávajíce, k chloubě mé v den Kristův, aby bylo vidíno, že jsem ne nadarmo běžel, ani nadarmo pracoval.
૧૬જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
17 A bychť pak i obětován byl pro obět a službu víře vaší, raduji se a spolu raduji se se všemi vámi.
૧૭પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
18 A též i vy radujte se a spolu radujte se se mnou.
૧૮એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
19 Mámť pak naději v Kristu Ježíši, že Timotea brzy pošli vám, abych i já pokojné mysli byl, zvěda, kterak vy se máte.
૧૯પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
20 Nebo žádného tak jednomyslného nemám, kterýž by tak vlastně o vaše věci pečoval.
૨૦કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.
21 Všickni zajisté svých věcí hledají, a ne těch, kteréž jsou Krista Ježíše.
૨૧કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
22 Ale jej zkušeného býti víte, podle toho, že jakož syn s otcem se mnou přisluhoval v evangelium.
૨૨પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
23 Tohoť hle, naději mám, že pošli, jakž jen porozumím, co se bude díti se mnou.
૨૩એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ;
24 Mámť pak naději v Pánu, že i sám brzo k vám přijdu.
૨૪વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
25 Ale zdálo se mi za potřebné Epafrodita, bratra a pomocníka a spolurytíře mého, vašeho pak apoštola i služebníka, v potřebě mé poslati k vám,
૨૫તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
26 Poněvadž takovou měl žádost vás všecky viděti, a velmi těžek nad tím byl, že jste o něm slyšeli, že by byl nemocen.
૨૬કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;
27 A bylť jest jistě nemocen, i blízek smrti, ale Bůh se nad ním smiloval, a ne nad ním toliko, ale i nade mnou, abych zámutku na zámutek neměl.
૨૭તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
28 Protož tím spěšněji poslal jsem ho k vám, abyste, vidouce jej zase, zradovali se, a já abych byl bez zámutku.
૨૮તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો.
29 Protož přijmětež jej v Pánu se vší radostí, a mějte takové v uctivosti.
૨૯માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો;
30 Neboť jest pro dílo Kristovo až k smrti se přiblížil, opováživ se života svého, jedné aby doplnil to, v čemž jste vy měli nedostatek při posloužení mně.
૩૦કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.