< Matouš 28 >
1 Na skonání pak soboty, když již svitalo na první den toho téhodne, přišla Maria Magdaléna a druhá Maria, aby pohleděly na hrob.
૧વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.
2 A aj, zemětřesení stalo se veliké. Nebo anděl Páně sstoupiv s nebe a přistoupiv, odvalil kámen ode dveří hrobových, a posadil se na něm.
૨ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
3 A byl obličej jeho jako blesk, a roucho jeho bílé jako sníh.
૩તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.
4 A pro strach jeho zděsili se strážní a učiněni jsou jako mrtví.
૪તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.
5 I odpověděv anděl, řekl ženám: Nebojte se vy, neboť vím, že Ježíše ukřižovaného hledáte.
૫ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.
6 Neníť ho tuto; nebo vstalť jest, jakož předpověděl. Pojďte, a vizte místo, kdež ležel Pán.
૬જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ.
7 A rychle jdouce, povězte učedlníkům jeho, že vstal z mrtvých. A aj, předchází vás do Galilee, tam jej uzříte. Aj, pověděl jsem vám.
૭જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”
8 I vyšedše rychle z hrobu s bázní a s radostí velikou, běžely, aby učedlníkům jeho zvěstovaly.
૮ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.
9 Když pak šly zvěstovati učedlníkům jeho, aj, Ježíš potkal se s nimi, řka: Zdrávy buďte. A ony přistoupivše, chopily se noh jeho, a klaněly se jemu.
૯ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.
10 Tedy dí jim Ježíš: Nebojtež se. Jděte, zvěstujte bratřím mým, ať jdou do Galilee, a tamť mne uzří.
૧૦ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”
11 Když pak ony odešly, aj, někteří z stráže přišedše do města, oznámili předním kněžím všecko, co se stalo.
૧૧તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.
12 Kteřížto shromáždivše se s staršími a uradivše se, mnoho peněz dali žoldnéřům,
૧૨તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે,
13 Řkouce: Pravte, že učedlníci jeho nočně přišedše, ukradli jej, když jsme my spali.
૧૩તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”
14 A uslyší-liť o tom hejtman, myť ho spokojíme a vás bezpečny učiníme.
૧૪જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”
15 A oni vzavše peníze, učinili, jakž naučeni byli. I rozhlášeno jest slovo to u Židů až do dnešního dne.
૧૫પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.
16 Jedenácte pak učedlníků šli do Galilee na horu, kdežto jim byl uložil Ježíš.
૧૬પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.
17 A uzřevše ho, klaněli se jemu. Ale někteří pochybovali.
૧૭તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.
18 A přistoupiv Ježíš, mluvil jim, řka: Dána jest mi všeliká moc na nebi i na zemi.
૧૮ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે.
19 Protož jdouce, učte všecky národy, křtíce je ve jméno Otce i Syna i Ducha svatého,
૧૯એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
20 Učíce je zachovávati všecko, což jsem koli přikázal vám. A aj, já s vámi jsem po všecky dny, až do skonání světa. Amen. (aiōn )
૨૦મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (aiōn )