< 1 Mojžišova 48 >

1 Stalo se pak potom, že povědíno jest Jozefovi: Aj, otec tvůj nemocen jest. I vzal s sebou dva syny své, Manasse a Efraima.
એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.
2 Tedy oznámeno jest Jákobovi a povědíno: Aj, syn tvůj Jozef přišel k tobě.
યાકૂબને કોઈએ ખબર આપી, “જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે,” ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.
3 A posilniv se Izrael, usadil se na ložci a řekl Jozefovi: Bůh silný všemohoucí ukázav mi se v Lůza v zemi Kananejské, požehnal mi.
યાકૂબે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને,
4 A řekl ke mně: Aj, já rozplodím tě a rozmnožím tebe, a učiním tě v zástupy lidí; dám také zemi tuto semeni tvému po tobě za dědictví věčné.
કહ્યું હતું, ‘ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.”
5 Protož nyní, dva synové tvoji, kteřížť jsou se zrodili v zemi Egyptské, prvé než jsem přišel k tobě do Egypta, moji jsou; Efraim a Manasses budou mi jako Ruben a Simeon.
હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.
6 Ale děti, kteréž po těchto zplodíš, tvoji budou; jménem bratří svých jmenováni budou v dědictvích svých.
તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે.
7 Nebo když jsem se vracel z Pádan, umřela mi Ráchel v zemi Kananejské na cestě, když již nedaleko bylo do Efraty; a pochoval jsem ji tam u cesty k Efratě, jenž jest Betlém.
જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”
8 Uzřev potom Izrael syny Jozefovy, řekl: Kdo jsou onino?
ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, “આ કોણ છે?”
9 Odpověděl Jozef otci svému: Synové moji jsou, kteréž dal mi Bůh zde. I řekl: Přiveď je medle ke mně, a požehnám jim
યૂસફે તેના પિતાને કહ્યું, “તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે.” ઇઝરાયલે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું.”
10 (Oči pak Izraelovy mdlé byly pro starost, a nemohl dobře viděti.) I přivedl je k němu, a on líbal a objímal je.
૧૦હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.
11 I řekl Izrael Jozefovi: Nemyslilť jsem já, abych měl kdy viděti tvář tvou, a aj, dal mi Bůh, abych viděl i símě tvé.
૧૧ઇઝરાયલે યૂસફને કહ્યું, “મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે.”
12 Tedy vzav je Jozef z klína jeho, sklonil se tváří až k zemi.
૧૨યૂસફે તેઓને ઇઝરાયલ પાસેથી થોડા દૂર કર્યા અને પોતે જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા.
13 A vzav oba, Efraima na pravou stranu sobě, Izraelovi pak na levou, a Manassesa na levou sobě, Izraelovi pak na pravou, postavil je před ním.
૧૩પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો.
14 Tedy vztáh Izrael pravici svou, vložil ji na hlavu Efraimovu, kterýž byl mladší, levici pak svou na hlavu Manassesovu, naschvál přeloživ ruce, ačkoli Manasses byl prvorozený.
૧૪ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.
15 I požehnal Jozefovi, řka: Bůh, před jehož oblíčejem ustavičně chodili otcové moji Abraham a Izák, Bůh, kterýž mne spravoval po všecken život můj až do dne tohoto;
૧૫ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપીને કહ્યું, “જે ઈશ્વરની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને આજ સુધી સંભાળ્યો અને
16 Anděl ten, kterýž vytrhl mne ze všeho zlého, požehnejž dítek těchto; a ať slovou synové moji a synové otců mých Abrahama a Izáka; a ať se jako hmyz rozmnoží u prostřed země.
૧૬દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ.”
17 Vida pak Jozef, že vložil otec jeho ruku svou pravou na hlavu Efraimovu, nerád byl tomu. I zdvihl ruku otce svého, aby ji přenesl s hlavy Efraimovy na hlavu Manassesovu.
૧૭જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો,
18 A řekl jemu: Ne tak, otče můj; nebo toto jest prvorozený, vložiž pravici svou na hlavu jeho.
૧૮યૂસફે પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક.”
19 Ale nepovolil otec jeho, a řekl: Vím, synu můj, vím; takéť i on bude v lid, a také i on vzroste; však bratr jeho mladší více poroste než on, a símě jeho bude u veliké množství národů.
૧૯તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે.”
20 I požehnal jim v ten den, řka: Skrze tebe požehnání bude dávati Izrael takto: Učiniž tobě Bůh jako Efraimovi a jako Manassesovi. I představil Efraima Manassesovi.
૨૦ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, “ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, ‘ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.’ આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.
21 Řekl také Izrael Jozefovi: Aj, já umírám, a budeť Bůh s vámi, a zase vás přivede do země otců vašich.
૨૧ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.
22 Já pak dal jsem tobě jeden díl výš nad bratří tvé, kteréhož jsem mečem svým a lučištěm svým dosáhl z ruky Amorejského.
૨૨મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો.”

< 1 Mojžišova 48 >