< 5 Mojžišova 22 >
1 Jestliže bys uzřel vola aneb dobytče bratra svého, an bloudí, nepomineš jich, ale přivedeš je až k bratru svému.
૧તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું.
2 Byť pak nebyl blízký bratr tvůj a neznal bys ho, uvedeš je však do domu svého, a bude u tebe, dokudž by se po něm neptal bratr tvůj, a navrátíš mu je.
૨જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.
3 Tolikéž učiníš s oslem jeho, s oděvem jeho, také i se všelikou věcí ztracenou bratra svého, kteráž by mu zhynula; když bys ji nalezl, nepomineš jí.
૩તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ.
4 Vida osla bratra svého aneb vola jeho pod břemenem ležící na cestě, nepomineš jich, ale i hned ho s ním pozdvihneš.
૪તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
5 Žena nebude nositi oděvu mužského, aniž se obláčeti bude muž v roucho ženské, nebo ohavnost před Hospodinem Bohem tvým jest, kdožkoli činí to.
૫સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.
6 Když bys našel hnízdo ptačí před sebou na cestě, na jakémkoli stromu aneb na zemi, s mladými neb vejci, a matka seděla by na mladých aneb na vejcích: nevezmeš matky s mladými,
૬જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ.
7 Ale hned pustíš matku a mladé vezmeš sobě, aby tobě dobře bylo, a abys prodlil dnů svých.
૭તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
8 Když bys stavěl dům nový, udělej zabradla vůkol střechy své, abys neuvedl viny krve na dům svůj, když by kdo upadl s něho.
૮જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
9 Neposeješ vinice své směsicí rozličného semene, aby nebyl poškvrněn užitek semene, kteréž jsi vsel, i ovoce vinice.
૯તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ થાય.
10 Nebudeš orati volem a oslem spolu.
૧૦બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.
11 Neoblečeš roucha z rozdílných věcí, z vlny a lnu setkaného.
૧૧ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
12 Prýmy zděláš sobě na čtyřech rozích oděvu svého, jímž se odíváš.
૧૨જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાલર મૂકવી.
13 Když by pojal někdo ženu, a všel by k ní, a potom měl by ji v nenávisti,
૧૩જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,
14 A dal by příčinu k řečem o ní, v zlou pověst ji obláčeje a mluvě: Ženu tuto vzal jsem, a všed k ní, nenalezl jsem jí pannou:
૧૪તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”
15 Tedy otec děvečky a matka její vezmouce přinesou znamení panenství děvečky k starším města svého k bráně.
૧૫તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
16 A dí otec děvečky k starším: Dceru svou dal jsem muži tomuto za manželku, kterýž ji v nenávisti má.
૧૬અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”
17 A hle, sám příčinu dal řečem o ní, mluvě: Nenalezl jsem při dceři tvé panenství, a teď hle, znamení panenství dcery mé. I roztáhnou roucho to před staršími města.
૧૭જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
18 Tedy starší města toho jmou muže a trestati ho budou,
૧૮ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;
19 A uloží jemu pokutu sto lotů stříbra, kteréž dají otci děvečky, proto že vynesl zlou pověst proti panně Izraelské. I bude ji míti za manželku, kteréž nebude moci propustiti po všecky dny své.
૧૯તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.
20 Jináč byla-li by pravá žaloba ta, a nebylo by nalezeno panenství při děvečce:
૨૦પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,
21 Tedy vyvedou děvečku ke dveřím otce jejího, a uházejí ji lidé města toho kamením, a umře; nebo dopustila se nešlechetnosti v Izraeli, smilnivši v domě otce svého. Tak odejmeš zlé z prostředku sebe.
૨૧તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે. આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
22 Kdyby kdo postižen byl, že obýval s ženou manželkou cizí, tedy umrou oni oba dva, muž, kterýž obýval s tou ženou, i žena také; i odejmeš zlé z Izraele.
૨૨જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
23 Byla-li by děvečka panna zasnoubená muži, a nalezna ji někdo v městě, obýval by s ní:
૨૩જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે,
24 Vyvedete oba dva k bráně města toho, a uházíte je kamením, a umrou, děvečka, proto že nekřičela, jsuci v městě, a muž proto, že ponížil ženy bližního svého; a odejmeš zlé z prostředku svého.
૨૪તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
25 Pakli na poli nalezl by muž děvečku zasnoubenou, a násilí jí učině, obýval by s ní: smrtí umře muž ten sám,
૨૫પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.
26 Děvečce pak nic neučiníš. Nedopustila se hříchu hodného smrti; nebo jakož povstává někdo proti bližnímu svému a morduje život jeho, tak i při této věci.
૨૬પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે.
27 Na poli zajisté nalezl ji; křičela děvečka zasnoubená, a žádný tu nebyl, kdo by ji vysvobodil.
૨૭કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.
28 Jestliže by nalezl někdo děvečku pannu, kteráž by zasnoubena nebyla, a vezma ji, obýval by s ní, a byli by postiženi:
૨૮વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય;
29 Tedy dá muž ten, kterýž by obýval s ní, otci děvečky padesáte stříbrných, a bude jeho manželka, protože ponížil jí; nebude moci jí propustiti po všecky dny své.
૨૯તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
30 Nevezme žádný manželky otce svého, a neodkryje podolka otce svého.
૩૦કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.