< 2 Timoteovi 2 >
1 Protož ty, synu můj, zmocniž se v milosti, kteráž jest v Kristu Ježíši.
૧માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.
2 A což jsi slyšel ode mne před mnohými svědky, svěřujž to lidem věrným, kteříž by způsobní byli i jiné učiti.
૨જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.
3 A tak ty snášej protivenství, jako ctný rytíř Ježíše Krista.
૩માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
4 Žádný, kdož rytěřuje, neplete se v obecné živnosti, aby se svému hejtmanu líbil.
૪યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.
5 A jestliže by kdo i bojoval, nebudeť korunován, leč by řádně bojoval.
૫વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
6 Pracovati musí i oráč, prve nežli užitku okusí.
૬મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.
7 Rozuměj, coť pravím, a dejž tobě Pán ve všem smysl pravý.
૭હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે
8 Pamatujž na to, že Ježíš Kristus vstal z mrtvých, jenž jest z semene Davidova, podle evangelium mého.
૮ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ;
9 V kterémžto protivenství trpím, až i vězení, jako bych zločinec byl, ale slovo Boží není u vězení.
૯જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.
10 Protož všecko to snáším pro vyvolené Boží, aby i oni spasení došli, kteréžto jest v Kristu Ježíši, s slavou věčnou. (aiōnios )
૧૦હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે. (aiōnios )
11 Věrná jest tato řeč. Nebo jestližeť jsme s ním zemřeli, tedy také spolu s ním živi budeme.
૧૧આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ;
12 A trpíme-liť, budeme také spolu s ním kralovati; pakli ho zapíráme, i onť nás zapře.
૧૨જો આપણે (અંત સુધી) ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો (ઈસુ ખ્રિસ્ત) આપણો પણ નકાર કરશે;
13 A jsme-liť nevěrní, onť zůstává věrný; zapříti sám sebe nemůže.
૧૩જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.
14 Tyto věci připomínej, s osvědčováním před obličejem Páně, a ať se o slova nevadí, nebo to k ničemu není užitečné, ale jest ku podvrácení posluchačů.
૧૪તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ (તેઓને) એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
15 Pilně se snažuj vydati sebe Bohu milého dělníka, za nějž by se nebylo proč styděti, a kterýž by právě slovo pravdy rozděloval.
૧૫જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
16 Bezbožných pak těch křiků daremních varuj se, neboť velmi rozmnožují bezbožnost,
૧૬પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,
17 A řeč jejich jako rak rozjídá se. Z nichžto jest Hymeneus a Filétus,
૧૭અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે.
18 Kteříž při pravdě pobloudili od cíle, pravíce, že by se již stalo vzkříšení, a převracejí víru některých.
૧૮પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.
19 Ale pevný základ Boží stojí, maje znamení toto: Znáť Pán ty, kteříž jsou jeho, a opět: Odstup od nepravosti každý, kdož vzývá jméno Kristovo.
૧૯પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’
20 V domu pak velikém netoliko jsou nádoby zlaté a stříbrné, ale také dřevěné i hliněné, a některé zajisté ke cti, některé pak ku potupě.
૨૦મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે.
21 Protož jestliže by se kdo očistil od těch věcí, bude nádobou ke cti, posvěcenou, a užitečnou Pánu, ke všelikému skutku dobrému hotovou.
૨૧એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને (દૂર રાખીને) શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.
22 Mládenčích pak žádostí utíkej, ale následuj spravedlnosti, víry, lásky, pokoje, s těmi, kteříž vzývají Pána z srdce čistého.
૨૨વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.
23 Bláznivých pak a nevzdělavatelných otázek varuj se, věda, že plodí sváry.
૨૩મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.
24 Na služebníka pak Božího nesluší vaditi se, ale aby byl přívětivý ke všem, způsobný k učení, trpělivý,
૨૪પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ;
25 Kterýž by v tichosti vyučoval ty, jenž se pravdě protiví, zda by někdy dal jim Bůh pokání ku poznání pravdy,
૨૫વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો (કરવાની બુદ્ધિ) આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
26 Aby sami k sobě přijdouce, dobyli se z osidla ďáblova, od něhož jsou zjímáni k vykonávání jeho vůle.
૨૬અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.