< 2 Tesalonickým 3 >

1 Dále pak, bratří, modlte se za nás, aby slovo Páně rozmáhalo se a slaveno bylo, jako i u vás,
છેવટે ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;
2 A abychom vysvobozeni byli od nezbedných a zlých lidí. Neboť ne všech jest víra.
અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી.
3 Ale věrnýť jest Pán, kterýž utvrdí vás a ostříhati bude od zlého.
પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.
4 Doufámeť pak v Pánu o vás, že to, což vám předkládáme, činíte i činiti budete.
તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.
5 Pán pak spravujž srdce vaše k lásce Boží a k trpělivému očekávání Krista.
પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.
6 Přikazujemeť pak vám, bratří, ve jménu Pána našeho Jezukrista, abyste se oddělovali od každého bratra, kterýž by se choval neřádně a ne podle naučení vydaného, kteréž přijal od nás.
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.
7 Nebo sami víte, kterak jest potřebí následovati nás, poněvadž jsme se nechovali mezi vámi neslušně.
કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.
8 Aniž jsme darmo chleba jedli u koho, ale s prací a s těžkostí, ve dne i v noci dělajíce, abychom žádnému z vás nebyli k obtížení.
કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;
9 Ne jako bychom neměli k tomu práva, ale abychom se vám za příklad vydali, abyste nás následovali.
અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.
10 Nebo i když jsme byli u vás, to jsme vám předkládali: Kdož nechce dělati, aby také nejedl.
૧૦જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.
11 Slyšímeť zajisté, že někteří mezi vámi chodí nezpůsobně, nic nedělajíce, ale v neužitečné věci se vydávajíce.
૧૧કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે.
12 Protož těm, kteříž takoví jsou, přikazujeme, a napomínáme jich skrze Pána našeho Jezukrista, aby pokojně pracujíce, svůj chléb jedli.
૧૨હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
13 Vy pak, bratří, neoblevujte dobře činíce.
૧૩પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
14 Pakli kdo neuposlechne skrze psaní řeči naší, toho znamenejte, a nemějte s ním nic činiti, ať by se zastyděl.
૧૪જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
15 Avšak nemějte ho za nepřítele, ale napomínejte jako bratra.
૧૫તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
16 Sám pak Pán pokoje dejž vám vždycky pokoj všelijakým způsobem. Pán budiž se všemi vámi.
૧૬હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
17 Pozdravení mou vlastní rukou Pavlovou, což jest za znamení v každém listu. Takť obyčejně píši.
૧૭હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
18 Milost Pána našeho Jezukrista budiž se všemi vámi. Amen. Druhý list k Tessalonicenským psán byl z Atén.
૧૮આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.

< 2 Tesalonickým 3 >