< Římanům 10 >

1 Bratří, příchylnost zajisté s zvláštní líbostí srdce mého jestiť k Izraelovi, i modlitba za něj k Bohu, aby spasen byl.
ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે.
2 Neboť jim svědectví vydávám, žeť horlivost Boží mají, ale ne podlé umění.
કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી.
3 Nebo neznajíce Boží spravedlnosti, a svou vlastní spravedlnost usilujíce vystaviti, spravedlnosti Boží nebyli poddáni.
કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.
4 Konec zajisté zákona jest Kristus k ospravedlnění všelikému věřícímu.
કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે.
5 Nebo Mojžíš píše o spravedlnosti, kteráž jest z zákona, pravě: Který by koli člověk činil ty věci, živ bude v nich.
કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’”
6 Ta pak spravedlnost, kteráž jest z víry, takto praví: Neříkej v srdci svém: Kdo vstoupí na nebe? To jest Krista s výsosti svésti.
પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, ‘તું તારા અંતઃકરણમાં ન કહે કે, ‘સ્વર્ગમાં કોણ ચઢશે?’ એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;
7 Aneb kdo sstoupí do propasti? To jest Krista z mrtvých vzbuditi. (Abyssos g12)
અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. (Abyssos g12)
8 Ale co dí? Blízko tebe jestiť slovo, v ústech tvých a v srdci tvém. Toť jest slovo to víry, kteréž kážeme:
પણ તે શું કહે છે? કે, ‘એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે.’” એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે
9 Vyznáš-li ústy svými Pána Ježíše, a srdcem svým uvěříš-li, že jej Bůh vzkřísil z mrtvých, spasen budeš.
જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ.
10 Srdcem se zajisté věří k spravedlnosti, ale ústy vyznání se děje k spasení.
૧૦કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.
11 Nebo dí písmo: Všeliký, kdož věří v něj, nebude zahanben.
૧૧કેમ કે શાસ્ત્રવચનો કહે છે કે, ‘ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.’”
12 Neníť zajisté rozdílu mezi Židem a Řekem; nebo tentýž Pán všech, bohatý jest ke všechněm vzývajícím jej.
૧૨અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે.
13 Každý zajisté, kdožkoli vzýval by jméno Páně, spasen bude.
૧૩કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’”
14 Ale kterak budou vzývati toho, v kteréhož neuvěřili? A kterak uvěří tomu, o němž neslyšeli? A kterak uslyší bez kazatele?
૧૪પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?
15 A kterak kázati budou, jestliže nebudou posláni? Jakož psáno jest: Jak krásné nohy zvěstujících pokoj, zvěstujících dobré věci.
૧૫વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’”
16 Ale nevšickni uposlechli evangelium. Nebo Izaiáš praví: Pane, kdo uvěřil kázaní našemu?
૧૬પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’
17 Tedy víra z slyšení, slyšení pak skrze slovo Boží.
૧૭આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.
18 Ale pravímť: Zdaliž neslyšeli? Anobrž po vší zemi rozšel se zvuk jejich, a do končin okršlku země slova jejich.
૧૮પણ હું પૂછું છું કે, ‘શું તેઓએ નથી સાંભળ્યું?’ ‘હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.’”
19 Ale pravím: Zdaliž nepoznal Izrael? Ano první Mojžíš řekl: Já k závisti vás přivedu skrze národ ten, kterýž není národ; skrze národ nemoudrý k hněvu popudím vás.
૧૯વળી હું પૂછું છું કે, ‘શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?’ પ્રથમ મૂસા કહે છે કે, ‘જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.
20 A Izaiáš směle dí: Nalezen jsem od těch, kteříž mne nehledali; zjeven jsem těm, kteříž se na mne neptali.
૨૦વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, ‘જેઓ મને શોધતાં ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતાં ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.’”
21 Ale proti Izraelovi dí: Přes celý den roztahoval jsem ruce své k lidu nepovolnému a protivnému.
૨૧પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે કે, ‘આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.’”

< Římanům 10 >