< Žalmy 88 >

1 Píseň a žalm synů Chóre, přednímu zpěváku na machalat k zpívání, vyučující, složený od Hémana Ezrachitského. Hospodine, Bože spasení mého, ve dne i v noci k tobě volám.
કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
2 Vstupiž před oblíčej tvůj modlitba má, nakloň ucha svého k volání mému.
મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
3 Neboť jest naplněna trápeními duše má, a život můj až k hrobu se přiblížil. (Sheol h7585)
કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. (Sheol h7585)
4 Počten jsem mezi ty, kteříž se dostávají do jámy; připodobněn jsem člověku beze vší síly.
કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
5 Mezi mrtvé jsem odložen, jako zmordovaní ležící v hrobě, na něž nezpomínáš více, kteříž od ruky tvé vyhlazeni jsou.
મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
6 Spustils mne do jámy nejzpodnější, do nejtemnějšího a nejhlubšího místa.
તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
7 Dolehla na mne prchlivost tvá, a vším vlnobitím svým přikvačil jsi mne. (Sélah)
મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
8 Daleko jsi vzdálil mé známé ode mne, jimž jsi mne velice zošklivil, a tak jsem sevřín, že mi nelze nijakž vyjíti.
કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 Zrak můj hyne trápením; na každý den vzývám tě, Hospodine, ruce své před tebou rozprostíraje.
દુ: ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 Zdali před mrtvými učiníš zázrak? Aneb vstanou-liž mrtví, aby tě oslavovali? (Sélah)
૧૦શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
11 I zdali bude ohlašováno v hrobě milosrdenství tvé, a pravda tvá v zahynutí?
૧૧શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
12 Zdaliž v známost přichází ve tmách div tvůj, a spravedlnost tvá v zemi zapomenutí?
૧૨શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
13 Já pak, Hospodine, k tobě volám, a každého jitra předchází tě modlitba má.
૧૩પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 Pročež, ó Hospodine, zamítáš mne, a tvář svou skrýváš přede mnou?
૧૪હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 Ztrápený jsem, jako hned maje umříti od násilí; snáším hrůzy tvé, a děsím se.
૧૫મારી યુવાવસ્થાથી મારા પર દુ: ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
16 Hněv tvůj přísný na mne se obořil, a hrůzy tvé krutě sevřely mne.
૧૬તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
17 Obkličují mne jako voda, na každý den obstupují mne hromadně.
૧૭તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
18 Vzdálil jsi ode mne přítele a tovaryše, a známým svým jsem ve tmě.
૧૮તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.

< Žalmy 88 >