< Jeremiáš 24 >
1 Ukázal mi Hospodin, a aj, dva košové fíků postaveni byli před chrámem Hospodinovým, když byl přestěhoval Nabuchodonozor král Babylonský Jekoniáše syna Joakimova, krále Judského, a knížata Judská, i tesaře a kováře z Jeruzaléma, a přivedl je do Babylona.
૧યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને, યહૂદિયાના અધિકારીઓને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન બનાવીને લઈ ગયો, ત્યારબાદ જુઓ, યહોવાહના સભાસ્થાનની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાહે મને દેખાડી.
2 Jeden koš byl fíků velmi dobrých, jacíž bývají fíkové ranní, druhý pak koš fíků velmi zlých, jakýchž nelze jísti pro trpkost.
૨એક ટોપલીમાં તાજાં અને પ્રથમ અંજીરના ફળ જેવાં બહુ સારાં અંજીર હતાં. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલાં અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.
3 Tedy řekl mi Hospodin: Co vidíš, Jeremiáši? I řekl jsem: Fíky, dobré fíky, a to velmi dobré, zlé pak, a to velmi zlé, jichž nelze jísti pro trpkost.
૩પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”
4 I stalo se slovo Hospodinovo ke mně, řkoucí:
૪પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે,
5 Takto praví Hospodin, Bůh Izraelský: Jako fíkové tito dobří, tak mně příjemní budou zajatí Judští, kteréž jsem zaslal z místa tohoto do země Kaldejské k dobrému.
૫“યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “યહૂદિયામાંથી જે લોકો બંદીવાસમાં ગયા છે. જેમને મેં અહીંથી ખાલદીઓના દેશમાં મોકલ્યા છે તેઓને હું આ સારાં અંજીર જેવા માનું છું.
6 Obrátím zajisté oči své k nim k dobrému, a přivedu je zase do země této, kdežto vzdělám je, a nezkazím, štípím je, a nevypléním.
૬કેમ કે તેઓનું હિત કરવા સારુ હું મારી નજર તેઓની પર રાખીશ. અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. હું તેઓને બાંધીશ અને પાડી નાખીશ નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ.
7 Nebo dám jim srdce, aby znali mne, že já jsem Hospodin. I budou mým lidem, a já budu jejich Bohem, když se obrátí ke mně celým srdcem svým.
૭જ્યારે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે. ત્યારે મને ઓળખનારું, એટલે યહોવાહ હું તે છું, એવું ઓળખનારું હૃદય હું તેમને આપીશ. અને તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
8 Naodpor, jako fíky zlé, kterýchž nelze jísti pro trpkost, tak zavrhu (toť zajisté praví Hospodin), Sedechiáše krále Judského s knížaty jeho, a ostatek Jeruzalémských pozůstalých v zemi této, i ty, kteříž bydlí v zemi Egyptské.
૮યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે’ “તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના અધિકારીઓ અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ.
9 Vydám je, pravím, v posmýkání k zlému po všech královstvích země, v pohanění a v přísloví, v rozprávku a v proklínání po všech těch místech, kamž je rozženu.
૯હું તે લોકોને ભયંકર સજા કરીશ તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સઘળાં રાજ્યોમાં અહીંતહીં રઝળતા ફરશે. એ માટે હું તેઓને તજી દઈશ. જે જગ્યાઓમાં હું તેઓને હાંકી કાઢીશ ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ બનશે. ત્યાં લોકો તેઓને શાપ આપશે.
10 A budu posílati na ně meč, hlad a mor, dokudž by do konce vyhlazeni nebyli z země, kterouž jsem byl dal jim i otcům jejich.
૧૦જે ભૂમિ મેં તેઓને અને તેઓના પિતૃઓને આપી હતી. તે ભૂમિ પરથી તેઓ નાશ થાય ત્યાં સુધી હું તેઓના પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ.