< 2 Mojžišova 30 >
1 Uděláš i oltář, na němž by se kadilo; z dříví setim uděláš jej.
૧ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.
2 Lokte zdélí, a lokte zšíří, čtverhraný bude, a dvou loket zvýší; z něho budou rohy jeho.
૨આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.
3 Obložíš pak jej zlatem čistým, svrchek jeho i po stranách vůkol i rohy jeho; a uděláš mu korunu zlatou vůkol.
૩વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
4 Po dvou také kruzích zlatých uděláš u něho, pod korunou ve dvou úhlech jeho, po obou stranách jeho; a skrze ně provlečeš sochory, aby nošen byl na nich.
૪એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.
5 Ty pak sochory uděláš z dříví setim, a obložíš je zlatem.
૫એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.
6 A postavíš jej před oponou, za kterouž jest truhla svědectví, před slitovnicí, kteráž jest nad svědectvím, kdež přicházeti budu k tobě.
૬દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ.
7 I kaditi bude na něm Aron kadidlem z vonných věcí; každého jitra, když spraví světla, kaditi bude.
૭એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો.
8 Tolikéž když rozsvítí Aron lampy k večerou, kaditi bude kaděním vonných věcí ustavičně před Hospodinem po rodech vašich.
૮અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.
9 Nevložíte na něj kadidla cizího, ani zápalu, ani oběti suché, ani oběti mokré obětovati budete na něm.
૯તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ.
10 Toliko očištění vykoná nad rohy jeho Aron jednou v roce, krví oběti za hřích v den očišťování; jednou v roce očištění vykoná na něm po rodech vašich; svatosvaté jest Hospodinu.
૧૦વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.
11 Mluvil pak Hospodin k Mojžíšovi, řka:
૧૧યહોવાહે મૂસાને કહ્યું,
12 Když vyzdvihneš hlavní summu synů Izraelských náležejících ku počtu, dá jeden každý výplatu duše své Hospodinu, když je počítati budeš, aby nebyla na nich rána, když sečteni budou.
૧૨“તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.
13 Toto pak dají: Každý z těch, kteří jdou v počet, půl lotu dá, podlé lotu svatyně. (Dvadceti peněz platí ten lot.) Půl lotu obět pozdvižení bude Hospodinu.
૧૩વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.
14 Kdožkoli jde v počet od dvadcíti let a výše, tu obět pozdvižení ať dá Hospodinu.
૧૪વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.
15 Bohatý nedá více, a chudý nedá méně, než půl lotu, když dávati budou obět pozdvižení Hospodinu k očištění duší vašich.
૧૫મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.
16 A vezma stříbro očištění od synů Izraelských, dáš je na potřeby k službě stánku úmluvy; a bude to synům Izraelským na památku před Hospodinem k očištění duší vašich.
૧૬ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”
17 Mluvil také Hospodin k Mojžíšovi, řka:
૧૭યહોવાહે મૂસાને કહ્યું,
18 Uděláš i umyvadlo měděné k umývání a podstavek jeho měděný, a postavíš je mezi stánkem úmluvy a oltářem, a naleješ do něho vody.
૧૮“હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.
19 Umývati budou z něho Aron i synové jeho ruce své i nohy své.
૧૯હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.
20 Když vcházeti budou do stánku úmluvy, umývati se budou vodou, aby nezemřeli, aneb když by měli přistupovati k oltáři, aby sloužili, a zapalovali obět ohnivou Hospodinu.
૨૦જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.
21 I budou umývati ruce i nohy své, aby nezemřeli. A bude jim ustanovení toto věčné, Aronovi i semeni jeho po rodech jejich.
૨૧તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”
22 Mluvil také Hospodin k Mojžíšovi, řka:
૨૨યહોવાહે મૂસાને કહ્યું,
23 Ty pak vezmi sobě vonných věcí předních: Mirry nejčistší pět set lotů, a skořice vonné polovici toho, totiž dvě stě a padesát, a prustvorce vonného dvě stě a padesát;
૨૩“તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ,
24 Kasie pak pět set lotů na váhu svatyně, oleje olivového míru hin.
૨૪પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.
25 A uděláš z toho olej pomazání svatého, mast nejvýbornější dílem apatykářským. Olej pomazání svatého bude.
૨૫નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.
26 Pomažeš jím stánku úmluvy i truhly svědectví,
૨૬અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,
27 A stolu i všech nádob k němu, svícnu i všech nádob jeho, i oltáře, na němž se kadí;
૨૭બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,
28 Oltáře také, na němž se pálí oběti, a všech nádob jeho, i umyvadla s podstavkem jeho.
૨૮દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.
29 Tak posvětíš jich, aby byly nejsvětější. Cožkoli dotkne se jich, posvěceno bude.
૨૯આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે.
30 Arona také a synů jeho pomažeš, a posvětíš jich, aby úřad kněžský konali přede mnou.
૩૦ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર.
31 K synům pak Izraelským mluviti budeš, řka: Tento olej pomazání svatého bude mi v národech vašich.
૩૧તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.
32 Tělo člověka nebude mazáno jím, a podlé složení jeho neuděláte podobného. Svatýť jest, svatý vám bude.
૩૨તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે.
33 Kdo by koli udělal mast podobnou, a neb mazal by jí cizího, vyhlazen bude z lidu svého.
૩૩જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”
34 I řekl Hospodin Mojžíšovi: Vezmi sobě vonných věcí, balsamu, onychi, galbanu vonného, a kadidla čistého; jednostejná váha toho bude.
૩૪યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.
35 A uděláš z toho kadidlo, složení dílem apatykářským smíšené, čisté a svaté.
૩૫તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.
36 A ztluka to drobně, klásti budeš z něho před svědectvím v stánku úmluvy, kdež přicházeti budu k tobě. Nejsvětější to vám bude.
૩૬એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.
37 Neuděláte sobě kadidla podlé složení tohoto, kteréž připravíš; za svatou věc tobě bude pro Hospodina.
૩૭આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી.
38 Kdo by koli dělal co podobného k vůni sobě, vyhlazen bude z lidu svého.
૩૮તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે.”