< 2 Korintským 8 >
1 Známuť pak vám činíme, bratří, milost Boží, danou zborům Macedonským,
૧ભાઈઓ, મકદોનિયાના વિશ્વાસી સમુદાયો પર ઈશ્વરની જે કૃપા થઈ તે અમે તમને જણાવીએ છીએ કે,
2 Že v mnohém zkušení ssoužení rozhojnilá radost jejich a převeliká chudoba jejich rozhojněna jest v bohatství upřímosti jejich.
૨વિપત્તિની ભારે કસોટીમાં તેઓનો પુષ્કળ આનંદ તથા ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમાં બદલાઈ ગઈ.
3 Nebo svědectví jim vydávám, že podlé možnosti, ba i nad možnost hotovi byli,
૩કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં.
4 Mnohými žádostmi prosíce nás, abychom tu milost a zbírku, kteráž se děje na svaté, na se přijali.
૪પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી;
5 A netoliko tak, jakž jsme se nadáli, ale sami sebe nejprvé dali Pánu, i nám z vůle Boží,
૫વળી જેમ અમે આશા રાખી હતી, તેમ નહિ; પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા.
6 Tak že jsme musili napomenouti Tita, aby jakož byl prvé započal, tak také i dokonal při vás milost tuto.
૬માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે.
7 A protož jakž ve všech věcech jste hojní, u víře i v řeči i v známosti i ve všeliké snažnosti i v lásce své k nám, tak i v této milosti hojní buďte.
૭પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેવી જ રીતે આ ઉદારતાની સેવામાં પણ વૃદ્ધિ પામો.
8 Ne jako rozkazuje, pravím, ale snažností jiných i vaši upřímou lásku zkušenou ukázati chtěje.
૮હું આ બાબત આજ્ઞારૂપે નહિ, પણ બીજાઓની ઉત્કંઠાની સરખામણીમાં તમારા પ્રેમની પ્રામાણિકતાની પરીક્ષા કરવાને કહું છું.
9 Nebo znáte milost Pána našeho Jezukrista, že pro vás učiněn jest chudý, jsa bohatý, abyste vy jeho chudobou zbohatli.
૯કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.
10 A k tomuť vám radu dávám; nebo jest vám to užitečné, kteříž jste netoliko činiti, ale i chtíti prvé začali léta předešlého.
૧૦આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી.
11 Protož nyní již to skutkem vykonejte, aby jakož hotové bylo chtění, tak bylo i vykonání z toho, což máte.
૧૧તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય.
12 Nebo jest-liť prvé vůle hotová, podlé toho, což kdo má, vzácná jest, ne podlé toho, čehož nemá.
૧૨કેમ કે જો આ કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે ઇચ્છા માન્ય છે.
13 Nebo ne, aby jiní měli polehčení, a vy úzkost, ale rovnost ať jest, nyní přítomně vaše hojnost spomoz jejich chudobě,
૧૩આ કામ એટલા માટે નથી કે બીજાઓને રાહત મળે અને તમને તકલીફ પડે,
14 Aby také jejich hojnost vaší chudobě byla ku pomoci, aby tak byla rovnost;
૧૪પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય;
15 Jakož psáno: Kdo mnoho, nic mu nezbývalo, a kdo málo, neměl nedostatku.
૧૫જેમ લખેલું છે, ‘જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.’”
16 Ale díka Bohu, kterýž takovou snažnost k vám dal v srdce Titovo,
૧૬પણ ઈશ્વરની આભારસ્તુતિ થાઓ, કે જેમણે તિતસના હૃદયમાં તમારે માટે એવી જ કાળજી ઉત્પન્ન કરી;
17 Tak že to napomenutí přijal, anobrž jsa opravdový, sám z své dobré vůle šel k vám.
૧૭કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો.
18 Poslaliť jsme pak s ním bratra toho, kterýž má velikou chválu v evangelium po všech zbořích,
૧૮વળી અમે તેની સાથે એક ભાઈને મોકલ્યો છે કે જેનું નામ સુવાર્તાપ્રચારની બાબતમાં સર્વ વિશ્વાસી સમુદાયોમાં પ્રશંસનીય છે.
19 (A netoliko to, ale také vyvolen jest od církví za tovaryše putování našeho, s touto milostí, kterouž sloužíme k slávě Pánu a vůli vaší, )
૧૯એટલું જ નહિ, પણ તે ભાઈ વિશ્વાસી સમુદાયો દ્વારા નિમાયેલો છે, કે જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે તે કરવા અને અમારી મદદ કરવાની ઉત્કંઠા દર્શાવવાં તે અમારી સાથે ફરે.
20 Varujíce se toho, aby nám někdo neutrhal pro tu hojnost, kterouž my přisluhujeme,
૨૦અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે.
21 Dobré opatrujíce netoliko před oblíčejem Páně, ale i před lidmi.
૨૧કેવળ પ્રભુની જ દ્રષ્ટિમાં નહિ, પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવા વિષે અમે કાળજી રાખીએ છીએ.
22 Poslali jsme pak s nimi bratra svého, kteréhož jsme mnohokrát ve mnohých věcech zkusili, že jest pilný, a nyní mnohem pilnější pro mnohé doufání mé o vás.
૨૨તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલૂમ પડ્યો છે અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે.
23 Z strany Tita, tovaryš můj jest, a mezi vámi pomocník; z strany bratří našich, poslové jsou církví a sláva Kristova.
૨૩તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે.
24 Protož jistoty lásky své a chlouby naší o vás k nim dokažte, před oblíčejem církví.
૨૪તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો.