< 1 Janův 5 >
1 Každý, kdož věří, že Ježíš jest Kristus, z Boha se narodil; a každý, kdož miluje toho, kterýž zplodil, milujeť i toho, kterýž zplozen jest z něho.
૧ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે.
2 Po tomť poznáváme, že milujeme syny Boží, když Boha milujeme, a přikázaní jeho ostříháme.
૨જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ.
3 Nebo toť je láska Boží, abychom přikázaní jeho ostříhali; a přikázaní jeho nejsou těžká.
૩કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.
4 Všecko zajisté, což se narodilo z Boha, přemáhá svět; a toť jest to vítězství, kteréž přemáhá svět, víra naše.
૪કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.
5 Kdo jest, ješto přemáhá svět, jediné, kdož věří, že Ježíš jest Syn Boží?
૫જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?
6 Toť jest ten, kterýž přišel skrze vodu a krev, Ježíš Kristus, ne u vodě toliko, ale u vodě a ve krvi. A Duch jest, kterýž svědectví vydává, že Duch jest pravda.
૬પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે.
7 Nebo tři jsou, kteříž svědectví vydávají na nebi: Otec, Slovo, a Duch svatý, a ti tři jedno jsou.
૭જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.
8 A tři jsou, kteříž svědectví vydávají na zemi: Duch, a voda, a krev, a ti tři jedno jsou.
૮સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.
9 Poněvadž svědectví lidské přijímáme, svědectvíť Boží větší jest. Nebo totoť svědectví jest Boží, kteréž vysvědčil o Synu svém.
૯જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.
10 Kdož věří v Syna Božího, máť svědectví sám v sobě. Kdož nevěří Bohu, lhářem jej učinil; nebo neuvěřil tomu svědectví, kteréž vysvědčil Bůh o Synu svém.
૧૦જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
11 A totoť jest svědectví to, že život věčný dal nám Bůh, a ten život v Synu jeho jest. (aiōnios )
૧૧આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. (aiōnios )
12 Kdožť má Syna, máť život; kdož nemá Syna Božího, života nemá.
૧૨જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.
13 Tyto věci psal jsem vám věřícím ve jménu Syna Božího, abyste věděli, že máte věčný život, a abyste věřili ve jméno Syna Božího. (aiōnios )
૧૩તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. (aiōnios )
14 A totoť jest to smělé doufání, kteréž máme k němu, že zač bychom koli prosili podlé vůle jeho, slyší nás.
૧૪તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે.
15 Že pak víme, že nás slyší, prosili-li bychom zač, podlé toho víme, že máme prosby naplněné, kteréž jsme předkládali jemu.
૧૫જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
16 Viděl-li by kdo bratra svého hřešícího hříchem ne k smrti, modliž se za něj, a dá jemu Bůh život, totiž hřešícím ne k smrti. Jestiť hřích k smrti; ne za ten, pravím, aby se modlil.
૧૬જો કોઈ પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતો જુએ તો તેણે તેના માટે પ્રાર્થના કરવી, માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે તમારે તે માટે પ્રાર્થના કરવી જોઈએ.
17 Každá nepravost jestiť hřích, ale jestiť hřích ne k smrti.
૧૭સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.
18 Víme, že každý, kdož se narodil z Boha, nehřeší; ale ten, kdož narozen jest z Boha, ostříhá sebe samého, a ten zlostník se ho nedotýká.
૧૮આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.
19 Víme, že z Boha jsme, ale svět všecken ve zlém leží.
૧૯આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
20 A vímeť, že Syn Boží přišel a dal nám smysl, abychom poznali toho pravého, a jsmeť v tom pravém, i v Synu jeho Ježíši Kristu. Onť jest ten pravý Bůh a život věčný. (aiōnios )
૨૦વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે. (aiōnios )
21 Synáčkové, vystříhejte se modl. Amen.
૨૧પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.