< 1 Kronická 27 >
1 Synové pak Izraelští podlé počtu svého, knížata čeledí otcovských a hejtmané a setníci a úředníci nad těmi, kteříž přisluhovali králi ve všech věcech jedni po druhých, vcházejíce a vycházejíce na každý měsíc, přes všecky měsíce roku: V jednom každém houfě bylo jich čtyřmecítma tisíců.
૧ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.
2 Nad houfem prvním první měsíc byl Jasobam, syn Zabdielův, a v houfě jeho bylo čtyřmecítma tisíců.
૨પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.
3 Z synů Fáresových bylo to kníže všech knížat nad vojsky, měsíce prvního.
૩તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.
4 Zatím nad houfem na měsíc druhý byl Dodai Achochitský i s houfem svým, potom Miklot vývoda, a v houfě jeho čtyřmecítma tisíců.
૪બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા.
5 Kníže vojska třetího na třetí měsíc Banaiáš syn Joiady, nejvyššího kněze, a v houfě jeho čtyřmecítma tisíců.
૫ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
6 Ten Banaiáš byl silný mezi třidcíti a nad třidcíti, a v houfě jeho Amizabad syn jeho.
૬જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો.
7 Čtvrtého houfu kníže na čtvrtý měsíc Azael, bratr Joábův, a Zebadiáš syn jeho po něm, a v houfě jeho čtyřmecítma tisíců.
૭ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
8 Pátého na pátý měsíc kníže Samhut Izrachitský, a v houfě jeho čtyřmecítma tisíců.
૮પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
9 Šestého na šestý měsíc Híra, syn Ikeše Tekoitského, a v houfě jeho čtyřmecítma tisíců.
૯છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
10 Sedmého na sedmý měsíc Chelez Pelonský z synů Efraimových, a v houfě jeho čtyřmecítma tisíců.
૧૦સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
11 Osmého na osmý měsíc Sibbechai Chusatský z Zarchejských, a v houfě jeho čtyřmecítma tisíců.
૧૧આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
12 Devátého na devátý měsíc Abiezer Anatotský z Beniaminských, a v houfě jeho čtyřmecítma tisíců.
૧૨નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
13 Desátého na měsíc desátý Maharai Netofatský z Zarchejských, a v houfě jeho čtyřmecítma tisíců.
૧૩દસમા માસને માટે દસમો સરદાર ઝેરાહીઓમાંનો મહારાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં ચોવીસ હજાર પુરુષો હતા.
14 Jedenáctého na jedenáctý měsíc Banaiáš Faratonský z synů Efraimových, a v houfě jeho čtyřmecítma tisíců.
૧૪અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
15 Dvanáctého na dvanáctý měsíc Cheldai Netofatský z Otoniele, a v houfě jeho čtyřmecítma tisíců.
૧૫બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
16 Mimo to byli nad pokoleními Izraelskými, nad Rubenskými vývoda Eliezer syn Zichrův, nad Simeonskými Sefatiáš syn Maachův,
૧૬તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર, શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,
17 Nad pokolením Léví Chasabiáš syn Kemuelův, nad Aronovým Sádoch,
૧૭લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબ્યા, હારુનના પુત્રોમાંનો સાદોક,
18 Nad Judovým Elihu z bratří Davidových, nad Izacharovým Amri syn Michaelův,
૧૮યહૂદાકુળનો અલીહૂ, તે દાઉદના ભાઈઓમાંનો એક હતો. ઇસ્સાખારકુળનો, મિખાએલનો પુત્ર ઓમ્રી,
19 Nad Zabulonovým Izmaiáš syn Abdiášův, nad Neftalímovým Jerimot syn Azrielův,
૧૯ઝબુલોનનાકુળનો ઓબાદ્યાનો પુત્ર ઇશ્માયા, નફતાલી કુળનો આઝ્રીએલનો પુત્ર યરિમોથ,
20 Nad syny Efraimovými Ozeáš syn Azaziášův, nad polovicí pokolení Manasse Joel syn Pedaiášův,
૨૦એફ્રાઇમકુળના અઝાઝયાનો પુત્ર હોશિયા, મનાશ્શાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ,
21 Nad druhou pak polovicí Manasse v Gálad Iddo syn Zachariášův, nad Beniaminovým Jaasiel syn Abnerův,
૨૧ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર ઇદ્દો, બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,
22 Nad Danovým Azarel syn Jerochamův. Ta jsou knížata pokolení Izraelských.
૨૨દાનકુળનો યરોહામનો પુત્ર અઝારેલ, તેઓ ઇઝરાયલનાં કુળોના અધિકારીઓ હતા.
23 Nesečtl jich pak David všech od dvadcítiletých a níže; nebo byl řekl Hospodin, že rozmnoží Izraele jako hvězdy nebeské.
૨૩દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.
24 A ačkoli Joáb syn Sarvie počal jich počítati, však nedokonal; nebo proto přišel hněv Boží na Izraele, aniž jest vložen počet ten v knihu o králi Davidovi.
૨૪સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.
25 Nad poklady pak královskými byl Azmavet syn Adielův, a nad důchody z polí, z měst a ze vsí i z zámků byl Jonatan syn Uziášův.
૨૫રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો.
26 A nad dělníky na poli, při dělání rolí, Ezri syn Chelubův.
૨૬ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝ્રી હતો.
27 A nad vinicemi Semeiáš Ramatský, a nad úrodami z vinic i nad sklepy vinnými Zabdi Sifmejský.
૨૭રામાથી શિમઈ દ્રાક્ષવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.
28 A nad olivovím a planým fíkovím, kteréž jest na polích, Baalchanan Gederský, a nad špižírnami olejnými Joas.
૨૮જૈતૂનવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી.
29 A nad skoty, kteříž se pásli v Sáron, Sitrai Sáronský, a nad skoty v údolích Safat syn Adlai.
૨૯શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.
30 A nad velbloudy Obil Izmaelský, nad oslicemi Jechdeiáš Meronotský,
૩૦ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો.
31 Nad bravy pak Jazim Agarejský. Všickni ti úředníci byli nad statkem krále Davida.
૩૧આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.
32 Ale Jonatan strýc Davidův byl rada, muž rozumný a kancléř. On a Jechiel syn Chachmonův býval s syny královskými.
૩૨દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
33 Achitofel též rada králova, a Chusai Architský přítel králův.
૩૩અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો.
34 Po Achitofelovi potom byl Joiada syn Banaiášův, a Abiatar, a kníže vojska králova Joáb.
૩૪બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.