< Psalmi 93 >
1 Jahve kraljuje, u sjaj zaodjeven, Jahve zaodjeven moći i opasan. Čvrsto stoji krug zemaljski, neće se poljuljati.
૧યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
2 Čvrsto je prijestolje tvoje odiskona, ti si od vječnosti!
૨તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો.
3 Rijeke podižu, Jahve, rijeke podižu glase svoje, rijeke podižu svoj bučni huk.
૩હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
4 Jači od glasova voda golemih, silniji od bijesnoga mora: silan je Jahve u visinama.
૪ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 Tvoja su obećanja vjere predostojna, svetost je ures Doma tvojega, Jahve, u sve dane!
૫તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.