< Psalmi 91 >

1 Ti što prebivaš pod zaštitom Višnjega, što počivaš u sjeni Svemogućega,
પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 reci Jahvi: “Zaklone moj! Utvrdo moja! Bože moj u koga se uzdam!”
હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3 Jer on će te osloboditi od zamke ptičarske, od kuge pogubne.
કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
4 Svojim će te krilima zaštititi i pod njegova ćeš se krila skloniti: Vjernost je njegova štit i obrana!
તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
5 Nećeš se bojati strašila noćnoga ni strelice što leti danju,
રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6 ni kuge što se šulja kroz tmine, ni pošasti što hara o podne.
અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
7 Pa nek' padaju tisuće kraj tebe, deseci tisuća s desne tvoje, tebi se neće primaći!
તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8 Tek što okom pogledaš, već ćeš vidjeti plaću grešnika.
તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
9 Jer Jahve je zaklon tvoj, Višnjega odabra sebi za okrilje.
કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
10 Neće te snaći nesreća, nevolja se neće prikučiti šatoru tvojemu.
૧૦તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
11 Jer anđelima svojim zapovjedi da te čuvaju na svim putima tvojim.
૧૧કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.
12 Na rukama će te nositi da se ne spotakneš o kamen.
૧૨તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 Nogom ćeš gaziti lava i ljuticu, zgazit ćeš lavića i zmiju.
૧૩તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.
14 Izbavit ću ga jer me ljubi, zakrilit ga jer poznaje ime moje.
૧૪કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
15 Zazvat će me, a ja ću ga uslišiti, s njim ću biti u nevolji, spasit ću ga i proslaviti.
૧૫જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ. હું સંકટસમયે તેની સાથે રહીશ; હું તેને વિજય અપાવીને માન આપીશ.
16 Nasitit ću ga danima mnogim, pokazat' mu spasenje svoje.”
૧૬હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.

< Psalmi 91 >