< Psalmi 80 >
1 Zborovođi. Po napjevu “Ljiljan svjedočanstva”. Asafov. Psalam. Pastiru Izraelov, počuj, ti što vodiš Josipa k'o stado ovaca! Ti što sjediš nad kerubima, zablistaj
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત. હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
2 pred Efrajimom, Benjaminom, Manašeom: probudi silu svoju, priteci nam u pomoć!
૨એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો.
3 Bože, obnovi nas, razvedri lice svoje i spasi nas!
૩હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
4 Jahve, Bože nad Vojskama, dokle ćeš plamtjeti, premda se moli narod tvoj?
૪હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
5 Dokle ćeš nas hraniti kruhom suza i obilno pojiti suzama?
૫તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 Dokle će se oko nas svađat' susjedi i rugat' nam se naši dušmani?
૬તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7 Bože nad Vojskama, obnovi nas, razvedri lice svoje i spasi nas!
૭હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
8 Ti prenese čokot iz Egipta, pogane istjera, a njega zasadi.
૮તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
9 Ti mu tlo pripravi, i on pusti korijenje i napuni zemlju.
૯તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 Sjena mu prekri bregove, lozje mu k'o Božji cedrovi.
૧૦તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.
11 Mladice svoje ispruži do mora i svoje ogranke do Rijeke.
૧૧તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.
12 Zašto si mu srušio ogradu da ga beru svi što putem prolaze,
૧૨તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 da ga pustoši vepar iz šume, da ga pasu poljske zvijeri?
૧૩જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
14 Vrati se, Bože nad Vojskama, pogledaj s neba i vidi, obiđi ovaj vinograd:
૧૪હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 zakrili što zasadi desnica tvoja, sina kog za se odgoji!
૧૫તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
16 Oni koji ga spališe i posjekoše nek' izginu od prijetnje lica tvojega!
૧૬તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
17 Tvoja ruka nek' bude nad čovjekom desnice tvoje, nad sinom čovječjim kog za se odgoji!
૧૭તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.
18 Nećemo se više odmetnuti od tebe; poživi nas, a mi ćemo zazivati ime tvoje.
૧૮એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 Jahve, Bože nad Vojskama, obnovi nas, razvedri lice svoje i spasi nas!
૧૯હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.