< Psalmi 58 >

1 Zborovođi. Po napjevu “Ne pogubi!” Davidov. Miktam. Zar doista krojite pravdu, vi moćni, zar sudite pravo, sinovi ljudski?
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત. શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો?
2 Ne, već bezakonje smišljeno činite, po zemlji vam ruke dijele nepravde.
ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો.
3 Na krivu su putu bezbošci od krila majčina, na krivu su putu lašci od utrobe.
દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
4 U njima je otrov kao u zmije, kao u ljutice što uši začepljuje
તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
5 da glas čarobnjakov ne čuje ni glas bajača vješta bajanju.
કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી.
6 O Bože, polomi im zube u ustima; razbij, o Jahve, čeljusti lavićima!
હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
7 K'o vode što hitro otječu neka se razliju, k'o zgažena trava neka se osuše.
તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ; જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
8 Nek' budu k'o puž koji se pužuć' rastoči, k'o pometnut plot nek' sunca ne vide.
ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ.
9 Prije nego vam kotlovi trnje osjete, dok je zeleno, neka ga vihor odnese.
તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
10 Radostan će biti pravednik kad ugleda odmazdu, noge će prati u krvi zlotvora.
૧૦જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે,
11 I reći će ljudi: “Pravednik plod svoj ima! Još ima Boga da sudi na zemlji!”
૧૧કે જેથી માણસો કહેશે કે, “ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે; નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”

< Psalmi 58 >