< Psalmi 24 >
1 Psalam. Davidov. Jahvina je zemlja i sve na njoj, svijet i svi koji na njemu žive.
૧દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
2 On ga na morima utemelji i na rijekama učvrsti.
૨કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
3 Tko će uzići na Goru Jahvinu, tko će stajati na svetom mjestu njegovu?
૩યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
4 Onaj u koga su ruke čiste i srce nedužno: duša mu se ne predaje ispraznosti, i ne kune se varavo.
૪જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
5 On blagoslov prima od Jahve i nagradu od Boga, Spasitelja svoga.
૫તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
6 Takav je naraštaj onih koji traže njega, koji traže lice Boga Jakovljeva.
૬હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ)
7 “Podignite, vrata, nadvratnike svoje, dižite se, dveri vječne, da uniđe Kralj slave!”
૭હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
8 “Tko je taj Kralj slave?” “Jahve silan i junačan, Jahve silan u boju!”
૮ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
9 “Podignite, vrata, nadvratnike svoje dižite se, dveri vječne, da uniđe Kralj slave!”
૯હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
10 “Tko je taj Kralj slave?” “Jahve nad Vojskama - on je Kralj slave!”
૧૦આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)