< Psalmi 150 >

1 Aleluja! Hvalite Boga u Svetištu njegovu, slavite ga u veličanstvu svoda nebeskog!
યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
2 Hvalite ga zbog silnih djela njegovih, slavite ga zbog beskrajne veličine njegove!
તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
3 Hvalite ga zvucima roga, slavite ga harfom i citarom!
રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 Hvalite ga igrom i bubnjem, slavite ga glazbalima zvonkim i frulom!
ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
5 Hvalite ga cimbalima zvučnim, slavite ga cimbalima gromkim!
તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
6 Sve što god diše Jahvu neka slavi! Aleluja!
શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.

< Psalmi 150 >