< Psalmi 125 >
1 Hodočasnička pjesma. Tko se uzda u Jahvu, on je kao brdo Sion: ne pomiče se, ostaje dovijeka.
૧ચઢવાનું ગીત. જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
2 Bregovi okružuju Jeruzalem: Jahve okružuje narod svoj odsada i dovijeka.
૨જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
3 I neće vladati žezlo bezbožničko nad udesom pravednih, da ne bi pravedni ruke za bezakonjem pružili.
૩દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
4 Učini, Jahve, dobro dobrima i čestitima u srcu.
૪હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
5 A koji na krive skreću putove nek' ih istrijebi Jahve sa zločincima! Mir nad Izraelom!
૫પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.