< Mudre Izreke 26 >

1 Kao snijeg ljeti ili kiša o žetvi, tako pristaju počasti bezumnomu.
જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
2 Kao vrabac kad prhne i lastavica kad odleti, tako se i bezrazložna kletva ne ispunja.
ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી.
3 Bič konju, uzda magarcu, a šiba leđima bezumnika.
ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
4 Ne odgovaraj bezumniku po njegovoj ludosti, da mu i sam ne postaneš jednak.
મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.
5 Odgovori bezumniku po ludosti njegovoj, da se ne bi učinio sam sebi mudar.
મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.
6 Odsijeca noge sebi i gorčinu pije tko po bezumnom poruke šalje.
જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.
7 Klecava bedra u hromoga - mudra je izreka u ustima bezumničkim.
મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.
8 Kamen za praćku vezuje tko bezumnom iskazuje čast.
જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.
9 Trnovita grana u ruci pijanice: mudra izreka u ustima bezumnika.
જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે.
10 Strijelac koji ranjava sve prolaznike: takav je onaj tko unajmljuje bezumnika.
૧૦ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.
11 Bezumnik se vraća svojoj ludosti kao što se pas vraća na svoju bljuvotinu.
૧૧જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે.
12 Vidiš li čovjeka koji se sam sebi mudrim čini? Znaj, i od bezumnika ima više nade nego od njega!
૧૨પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.
13 Lijenčina veli: “Zvijer je na putu, i lav je na ulicama.”
૧૩આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”
14 Kao što se vrata okreću na stožerima svojim, tako i lijenčina na postelji svojoj.
૧૪જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.
15 Lijenčina umače ruku u zdjelu, ali je ne može prinijeti ustima.
૧૫આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
16 Lijenčina se čini sebi mudrijim od sedmorice koji umno odgovaraju.
૧૬હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 Psa za uši hvata tko se, u prolazu, umiješa u raspru koja ga se ne tiče.
૧૭જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 Kao bjesomučnik koji baca zublje, strelice i sije smrt,
૧૮જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
19 takav je čovjek koji vara bližnjega svoga i veli: “Samo se našalih.”
૧૯તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”
20 Kad nestane drva, oganj se gasi, i kad više nema klevetnika, prestaje svađa.
૨૦બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
21 Ugljen je za žeravnicu i drvo za oganj, a svadljivac da raspaljuje svađu.
૨૧જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.
22 Klevetnikove su riječi kao slastice: spuštaju se u dno utrobe.
૨૨નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.
23 Srebrna gleđa preko zemljana suđa: laskave usne i opako srce.
૨૩કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.
24 Mrzitelj hini usnama svojim, a u sebi nosi prijevaru;
૨૪ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.
25 ne vjeruj mu kad ljupkim glasom govori, jer u srcu mu je sedam grdila;
૨૫તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.
26 ako himbom skriva mržnju, njegova će se opačina otkriti na zboru.
૨૬જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.
27 Tko jamu kopa, sam u nju pada, i tko kamen valja, na njega se prevaljuje.
૨૭જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.
28 Lažljiv jezik mrzi svoje žrtve, laskava usta propast spremaju.
૨૮જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે.

< Mudre Izreke 26 >