< Matej 27 >

1 A kad objutri, svi su glavari svećenički i starješine narodne održali vijećanje protiv Isusa da ga pogube.
હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
2 I svezana ga odveli i predali upravitelju Pilatu.
પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
3 Kada Juda, njegov izdajica, vidje da je Isus osuđen, pokaja se i vrati trideset srebrnjaka glavarima svećeničkim i starješinama
જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,
4 govoreći: “Sagriješih predavši krv nedužnu!” Odgovoriše: “Što se to nas tiče? To je tvoja stvar!”
“નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”
5 I bacivši srebrnjake u Hram, ode te se objesi.
પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
6 Glavari svećenički uzeše srebrnjake i rekoše:
મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”
7 “Nije dopušteno staviti ih u hramsku riznicu jer su krvarina.” Posavjetuju se i kupe za njih lončarovu njivu za ukop stranaca.
તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.
8 Stoga se ona njiva zove “Krvava njiva” sve do danas.
તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.
9 Tada se ispuni što je rečeno po proroku Jeremiji: Uzeše trideset srebrnjaka - cijenu Neprocjenjivoga kojega procijeniše sinovi Izraelovi -
ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,
10 i dadoše ih za njivu lončarovu kako mi naredi Gospodin.
૧૦અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”
11 Dovedoše dakle Isusa pred upravitelja. Upita ga upravitelj: “Ti li si kralj židovski?” On odgovori: “Ti kažeš.”
૧૧અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”
12 I dok su ga glavari svećenički i starješine narodne optuživale, ništa nije odgovarao.
૧૨મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
13 Tada mu reče Pilat: “Ne čuješ li što sve protiv tebe svjedoče?”
૧૩ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”
14 I ne odgovori mu ni na jednu riječ te se upravitelj silno čudio.
૧૪ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.
15 A o Blagdanu upravitelj je običavao svjetini pustiti jednoga uznika, koga bi već htjeli.
૧૫હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.
16 Tada upravo bijaše u njih poznati uznik zvani Baraba.
૧૬તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
17 Kad se dakle sabraše, reče im Pilat: “Koga hoćete da vam pustim: Barabu ili Isusa koji se zove Krist?”
૧૭તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
18 Znao je doista da ga predadoše iz zavisti.
૧૮કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.
19 Dok je sjedio na sudačkoj stolici, poruči nu njegova žena: “Mani se ti onoga pravednika jer sam danas u snu mnogo pretrpjela zbog njega.”
૧૯જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”
20 Međutim, glavari svećenički i starješine nagovore svjetinu da zaište Barabu, a Isus da se pogubi.
૨૦હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
21 Upita ih dakle upravitelj: “Kojega od ove dvojice hoćete da vam pustim?” A oni rekoše: “Barabu!”
૨૧પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’
22 Kaže im Pilat: “Što dakle da učinim s Isusom koji se zove Krist?” Oni će: “Neka se razapne.”
૨૨પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
23 A on upita: “A što je zla učinio?” Vikahu još jače: “Neka se razapne!”
૨૩ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’
24 Kad Pilat vidje da ništa ne koristi, nego da biva sve veći metež, uzme vodu i opere ruke pred svjetinom govoreći: “Nevin sam od krvi ove! Vi se pazite!”
૨૪જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”
25 Sav narod nato odvrati: “Krv njegova na nas i na djecu našu!”
૨૫ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”
26 Tada im pusti Barabu, a Isusa, izbičevana, preda da se razapne.
૨૬ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
27 Onda vojnici upraviteljevi uvedoše Isusa u dvor upraviteljev i skupiše oko njega cijelu četu.
૨૭ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.
28 Svukoše ga pa zaogrnuše skrletnim plaštem.
૨૮પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.
29 Spletoše zatim vijenac od trnja i staviše mu na glavu, a tako i trsku u desnicu. Prigibajući pred njim koljena, izrugivahu ga: “Zdravo, kralju židovski!”
૨૯તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”
30 Onda pljujući po njemu, uzimahu trsku i udarahu ga njome po glavi.
૩૦પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.
31 Pošto ga izrugaše, svukoše mu plašt, obukoše mu njegove haljine pa ga odvedoše da ga razapnu.
૩૧તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.
32 Izlazeći nađu nekoga čovjeka Cirenca, imenom Šimuna, i prisile ga da mu ponese križ.
૩૨તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
33 I dođoše na mjesto zvano Golgota, to jest Lubanjsko mjesto,
૩૩તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.
34 dadoše mu piti vino sa žuči pomiješano. I kad okusi, ne htjede piti.
૩૪તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
35 A pošto ga razapeše, razdijeliše među se haljine njegove bacivši kocku.
૩૫ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
36 I sjedeći ondje, čuvahu ga.
૩૬અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
37 I staviše mu ponad glave krivicu napisanu: “Ovo je Isus, kralj židovski.”
૩૭‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
38 Tada razapeše s njime dva razbojnika, jednoga zdesna, drugoga slijeva.
૩૮તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
39 A prolaznici su ga pogrđivali mašući glavama:
૩૯પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,
40 “Ti koji razvaljuješ Hram i za tri ga dana sagradiš, spasi sam sebe! Ako si Sin Božji, siđi s križa!”
૪૦“અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”
41 Slično i glavari svećenički s pismoznancima i starješinama, rugajući se, govorahu:
૪૧તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,
42 “Druge je spasio, sebe ne može spasiti! Kralj je Izraelov! Neka sada siđe s križa pa ćemo povjerovati u nj!
૪૨“તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
43 Uzdao se u Boga! Neka ga sad izbavi ako mu omilje! Ta govorio je: 'Sin sam Božji!'”
૪૩તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”
44 Tako ga vrijeđahu i s njim raspeti razbojnici.
૪૪જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.
45 Od šeste ure nasta tama po svoj zemlji - do ure devete.
૪૫બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
46 O devetoj uri povika Isus iza glasa: “Eli, Eli, lema sabahtani?” To će reći: “Bože moj, Bože moj, zašto si me ostavio?”
૪૬આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”
47 A neki od nazočnih, čuvši to, govorahu: “Ovaj zove Iliju.”
૪૭જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”
48 I odmah pritrča jedan od njih, uze spužvu, natopi je octom, natakne je na trsku i pruži mu piti.
૪૮તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
49 A ostali rekoše: “Pusti da vidimo hoće li doći Ilija da ga spasi.”
૪૯પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”
50 A Isus opet povika iz glasa i ispusti duh.
૫૦પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
51 I gle, zavjesa se hramska razdrije odozgor dodolje, nadvoje; zemlja se potrese, pećine se raspukoše,
૫૧ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.
52 grobovi otvoriše i tjelesa mnogih svetih preminulih uskrsnuše
૫૨કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.
53 te iziđoše iz grobova nakon njegova uskrsnuća, uđoše u sveti grad i pokazaše se mnogima.
૫૩અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.
54 A satnik i oni koji su s njime čuvali Isusa vidješe potres i što se zbiva, silno se prestrašiše i rekoše: “Uistinu, Sin Božji bijaše ovaj.”
૫૪ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”
55 A bijahu ondje i izdaleka promatrahu mnoge žene što su iz Galileje išle za Isusom poslužujući mu;
૫૫ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
56 među njima Marija Magdalena i Marija, Jakovljeva i Josipova majka, i majka sinova Zebedejevih.
૫૬તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
57 Uvečer dođe neki bogat čovjek iz Arimateje, imenom Josip, koji i sam bijaše učenik Isusov.
૫૭સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.
58 On pristupi Pilatu i zaiska tijelo Isusovo. Tada Pilat zapovjedi da mu se dadne.
૫૮તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.
59 Josip uze tijelo, povi ga u čisto platno
૫૯પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું,
60 i položi u svoj novi grob koji bijaše isklesao u stijeni. Dokotrlja velik kamen na grobna vrata i otiđe.
૬૦અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
61 A bijahu ondje Marija Magdalena i druga Marija: sjedile su nasuprot grobu.
૬૧મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
62 Sutradan, to jest dan nakon Priprave, sabraše se glavari svećenički i farizeji kod Pilata
૬૨સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા.
63 te mu rekoše: “Gospodaru, sjetismo se da onaj varalica još za života kaza: 'Nakon tri dana uskrsnut ću.'
૬૩તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’
64 Zapovjedi dakle da se grob osigura sve do trećega dana da ne bi možda došli njegovi učenici, ukrali ga pa rekli narodu: 'Uskrsnuo je od mrtvih!' I bit će posljednja prijevara gora od prve.”
૬૪માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે.”
65 Reče im Pilat: “Imate stražu! Idite i osigurajte kako znate!”
૬૫ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.”
66 Nato oni odu i osiguraju grob: zapečate kamen i postave stražu.
૬૬તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.

< Matej 27 >