< Jošua 14 >
1 Ovo je što su dobili u baštinu sinovi Izraelovi u zemlji kanaanskoj - što su im razdijelili u baštinu svećenik Eleazar i Jošua, sin Nunov, i glavari porodica izraelskih plemena.
૧ઇઝરાયલના લોકોએ કનાન દેશના ભાગોને વારસા તરીકે પ્રાપ્ત કર્યા, એલાઝાર યાજકે, નૂનના દીકરા યહોશુઆએ અને તેઓના પિતૃઓના કુળના આગેવાનોએ ઇઝરાયલના કુટુંબનાં લોકોને વારસા તરીકે વહેંચી આપ્યાં.
2 Ždrijebom su razdijelili baštinu, kao što je Jahve odredio preko Mojsija, među devet plemena i polovinu desetoga plemena.
૨યહોવાહ મૂસાની હસ્તક નવ કુળો અને અડધા કુળ વિષે જેમ આજ્ઞા આપી હતી, તેમ તેઓને વારસા પ્રમાણે ફાળવી આપ્યાં.
3 Mojsije je odredio baštinu dvama plemenima i polovini desetog plemena s onu stranu Jordana, a levitima nije dao baštine među njima.
૩કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વારસો આપ્યો, પણ લેવીઓને તેણે કોઈ વારસો આપ્યો નહી.
4 Jer bijahu dva plemena sinova Josipovih: Manašeovo i Efrajimovo. A levitima nisu dali dijela u zemlji nego gradove za prebivanje i pašnjake za njihovu stoku i za blago njihovo.
૪યૂસફનાં ખરેખર બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઇમ. પણ તેઓને રહેવાને માટે અમુક નગરો, જાનવર તથા તેઓની માલમિલકત અને તે સિવાય તેઓએ દેશમાં લેવીઓને કંઈ ભાગ વારસા તરીકે આપ્યો નહિ.
5 Kako je Jahve zapovjedio Mojsiju, tako su učinili sinovi Izraelovi pri diobi zemlje.
૫જેમ યહોવાહ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલના લોકોએ તે દેશ વહેંચી લીધો.
6 Sinovi Judini pristupe k Jošui u Gilgalu, a Kaleb, sin Jefuneov, Kenižanin, reče mu: “Ti znaš što je Jahve rekao Mojsiju, čovjeku Božjem, za mene i za tebe u Kadeš Barnei.
૬પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફૂન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, “કાદેશ બાર્નેઆમાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.
7 Bilo mi je četrdeset godina kad me posla Mojsije, sluga Jahvin, iz Kadeš Barnee da uhodim zemlju. I donio sam mu izvješće kako sam najbolje znao.
૭જયારે યહોવાહનાં સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશ બાર્નેઆથી મને મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો.
8 Braća koja su pošla sa mnom uplašila su srce naroda, ali sam ja vršio volju Jahve, Boga svojega.
૮પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોનાં હૃદય બીકથી ગભરાવી નાખ્યાં. પણ હું તો સંપૂર્ણરીતે યહોવાહ મારા પ્રભુને અનુસર્યો.
9 I onoga se dana zakle Mojsije: 'Zemlja kojom je stupala noga tvoja pripast će tebi i sinovima tvojim u vječnu baštinu, jer si vršio volju Jahve, Boga mojega.'
૯મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે, ‘નિશ્ચે જે ભૂમિ પર તારા પગ ફર્યા છે તે તારાં અને તારાં સંતાનોને માટે સદાકાળનો વારસો થશે, કેમ કે તું સંપૂર્ણરીતે મારા પ્રભુ યહોવાહને અનુસર્યો છે.
10 I vidiš, Jahve me sačuvao u životu, kao što je rekao. Već je prošlo četrdeset i pet godina kako je Jahve to obećao Mojsiju, dok je Izrael još išao pustinjom; sada mi je osamdeset i pet godina,
૧૦હવે, જો! યહોવાહ મને તેના કહ્યા પ્રમાણે આ પિસ્તાળીસ વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા, તે સમયે યહોવાહ આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી. અને આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું.
11 ali sam još i danas snažan kao što sam bio onoga dana kad me Mojsije poslao kao uhodu. Kao nekoć, i sada je moja snaga u meni, za borbu, da odem i da se vratim.
૧૧મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે.
12 Daj mi sada ovo gorje, koje mi je Jahve obećao onoga dana. Sam si čuo onoga dana. Ondje su Anakovci, a i gradovi su im veliki i tvrdi. Ako je Jahve sa mnom, protjerat ću ih, kako je to obećao Jahve.”
૧૨તેથી હવે આ પર્વતીય પ્રદેશ કે જે વિષે યહોવાહ તે દિવસે મને વચન આપ્યુ હતું, તે મને આપ. કેમ કે તે દિવસે તેં સાંભળ્યું કે ત્યાં અનાકી અને તેમના મોટાં કોટવાળાં નગરો છે. યહોવાહ મારી સાથે હશે અને યહોવાહના કહ્યા પ્રમાણે હું તેઓને અહીંથી દૂર કાઢી મૂકીશ.”
13 Tada ga Jošua blagoslovi i dade Kalebu, sinu Jefuneovu, Hebron u baštinu.
૧૩પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.
14 Hebron je pripao u baštinu Kalebu, sinu Jefuneovu, Kenižaninu, sve do danas, jer je Kaleb vršio volju Jahve, Boga Izraelova.
૧૪એ માટે આજ સુધી કનિઝી યફૂન્નેના દીકરા કાલેબનો વારસો હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સંપૂર્ણરીતે અનુસર્યો હતો.
15 Hebron se prije zvao Kirjat Arba; a Arba bijaše velik čovjek među Anakovcima. I počinu zemlja od rata.
૧૫હવે હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું. આર્બા તો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો. પછી દેશમાં યુદ્ધ બંધ થયાં. શાંતિનો પ્રસાર થયો.