< Job 3 >
1 Napokon otvori Job usta i prokle dan svoj;
૧એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો.
2 poče svoju besjedu i reče:
૨અયૂબે કહ્યું;
3 “O, ne bilo dana kad sam se rodio i noći što javi: 'Začeo se dječak!'
૩“જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;
4 U crnu tminu dan taj nek se prometne! S visina se njega Bog ne spominjao, svjetlost sunčeva ne svijetlila mu više!
૪તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ.
5 Mrak i sjena smrtna o nj se otimali, posvema ga tmina gusta prekrila, pomrčine dnevne stravom ga morile!
૫તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ; તે પર વાદળ ઠરી રહો; તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.
6 O, da bi ga tama svega presvojila, nek' se ne dodaje danima godine, nek' ne ulazi u brojenje mjeseci!
૬તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.
7 A noć ona bila žalosna dovijeka, ne čulo se u njoj radosno klicanje!
૭તે રાત્રી એકલવાયી થઈ રહો, તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ.
8 Prokleli je oni štono dan proklinju i Levijatana probudit' su kadri!
૮તે દિવસને શાપ દેનારા, તથા જેઓ વિકરાળ પ્રાણી અજગરને જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.
9 Pomrčale zvijezde njezina svanuća, zaludu se ona vidjelu nadala, i zorinih vjeđa ne gledala nigda!
૯તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.
10 Što mi od utrobe ne zatvori vrata da sakrije muku od mojih očiju!
૧૦કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.
11 Što nisam mrtav od krila materina, što ne izdahnuh izlazeć' iz utrobe?
૧૧હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો? જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો?
12 Čemu su me dva koljena prihvatila i dojke dvije da me nejaka podoje?
૧૨તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો. અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?
13 U miru bih vječnom počivao sada, spavao bih, pokoj svoj bih uživao
૧૩કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, હું ઊંઘતો હોત અને મને આરામ હોત.
14 s kraljevima i savjetnicima zemlje koji su sebi pogradili grobnice,
૧૪પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ, પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં;
15 ili s knezovima, zlatom bogatima, što su kuće svoje srebrom napunili.
૧૫જે ઉમરાવો સોનાના માલિક હતા, તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે,
16 Ne bih bio - k'o nedonošče zakopano, k'o novorođenče što svjetla ne vidje.
૧૬કદાચ હું અધૂરો ગર્ભ હોત, તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;
17 Zlikovci se više ne obijeste ondje, iznemogli tamo nalaze počinka.
૧૭ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે ત્યાં થાકેલાં આરામ પામે છે.
18 Sužnjeve na miru tamo ostavljaju: ne slušaju više poviku stražara.
૧૮ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.
19 Malen ondje leži zajedno s velikim, rob je slobodan od gospodara svoga.
૧૯બધા જ લોકો ત્યાં સમાન છે. ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.
20 Čemu darovati svjetlo nesretniku i život ljudima zagorčene duše
૨૦દુ: ખી આત્માવાળાને પ્રકાશ, અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?
21 koji smrt ištu, a ona ne dolazi, i kao za blagom za njome kopaju?
૨૧તેઓ મરવાની ઇચ્છા રાખે છે. છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.
22 Grobnom bi se humku oni radovali, klicali od sreće kad bi grob svoj našli.
૨૨જ્યારે તેઓ કબરમાં જાય છે, ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.
23 Što će to čovjeku kom je put sakriven, koga je Bog sa svih strana zapriječio?
૨૩જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?
24 Zato videć' hranu, uzdahnuti moram, k'o voda se moji razlijevaju krici.
૨૪કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે. અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે.
25 Obistinjuje se moje strahovanje, snalazi me, evo, čega god se bojah.
૨૫કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે.
26 Pokoja ni mira meni više nema, u mukama mojim nikad mi počinka.”
૨૬મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી; પણ વેદના આવી પડ્યા કરે છે.”