< Jeremija 30 >
1 Riječ koju Jahve upravi Jeremiji:
૧યહોવાહ તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે,
2 Ovako govori Jahve, Bog Izraelov: “Upiši u knjigu sve ove riječi koje ti govorim.
૨યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘મેં તને જે જે કહ્યું છે તે બધું એક પુસ્તકમાં લખી લે.
3 Jer evo dolaze dani - riječ je Jahvina - i promijenit ću udes naroda svoga Izraela i Judeje” - govori Jahve - “i vratit ću ih u zemlju koju u baštinu dadoh ocima njihovim.”
૩માટે જુઓ, જો એવો સમય આવી રહ્યો છે કે, ‘જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ અને યહૂદિયાનો બંદીવાસ ફેરવી નાખીશ. તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનું વતન પ્રાપ્ત કરશે. એવું યહોવાહ કહે છે.”
4 Evo riječi što ih Jahve reče o Izraelu i o Judeji:
૪જે વચનો યહોવાહ ઇઝરાયલ અને યહૂદિયાના લોક વિષે કહે છે તે આ છે;
5 Ovako govori Jahve: “Čujem krik užasa: strava je to, a ne mir.
૫“તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે તે શાંતિનો નહિ પણ ભયનો અવાજ છે.
6 Hajde, propitajte se i pogledajte: je li ikad muškarac rodio? A svi se muškarci za bedra hvataju kao porodilje! Zašto su sva lica izobličena i problijedjela?
૬તમારી જાતને પૂછો કે શું કોઈ પુરુષને પ્રસવવેદના થાય? પ્રસૂતાની જેમ દરેક પુરુષને પોતાના હાથથી કમરે દાબતો મેં જોયો છે, એનું કારણ શું હશે? વળી બધાના ચહેરા કેમ ફિક્કા પડી ગયા છે?
7 Jao, jer velik je dan ovaj, slična mu nÓe bÄi! Vrijeme je nevolje za Jakova, al' će se izbaviti iz nje.
૭અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, તે તો યાકૂબના સંકટનો દિવસ છે. પણ તે તેમાંથી બચશે.
8 Onoga dana - riječ je Jahve nad Vojskama - slomit ću jaram na njihovu vratu i lance ću njihove raskinuti. Više neće služiti tuđinu,
૮સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. પરદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.
9 već će služiti Jahvi, Bogu svojemu, i Davidu, kralju svome, koga ću im podići.
૯તેઓ પોતાના ઈશ્વર યહોવાહની સેવા કરશે. અને તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને રાજા બનાવનાર છું. તેની સેવા તેઓ કરશે.
10 Ne boj se, Jakove, slugo moja - riječ je Jahvina - ne plaši se, Izraele! Jer evo, spasit ću te izdaleka i potomstvo tvoje iz zemlje izgnanstva. Jakov će se opet smiriti, spokojno će živjeti i nitko ga neće plašiti - riječ je Jahvina -
૧૦તેથી તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. એમ યહોવાહ કહે છે. હે ઇઝરાયલ તારે ભય રાખવાની જરૂર નથી. માટે જુઓ, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. યાકૂબ પાછો આવશે અને શાંતિપૂર્વક રહેવા પામશે; તે સુરક્ષિત હશે અને કોઈ તમને ડરાવશે નહિ,
11 jer ja sam s tobom da te izbavim. Zatrt ću narode među koje te prognah, a tebe neću sasvim uništiti; al' ću te kazniti po pravici, ne smijem te pustit' nekažnjena.”
૧૧કેમ કે યહોવાહ કહે છે હું તમને બચાવવા સારુ તમારી સાથે છું’ અને તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા છે તે લોકોનો પણ હું સંપૂર્ણ રીતે વિનાશ કરીશ. તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને ન્યાયની રૂએ શિક્ષા કરીશ અને નિશ્ચે તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.’
12 Uistinu, ovako govori Jahve: “Neiscjeljiva je rana tvoja, neprebolan polom tvoj.
૧૨યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘તારો ઘા રૂઝાય એવો નથી; તારો ઘા જીવલેણ છે.
13 Nema lijeka rani tvojoj i nikako da zaraste.
૧૩તમારા પક્ષમાં બોલવાવાળું અહીં કોઈ નથી; તમારા ઘાને સાજો કરવાનો કોઈ ઇલાજ નથી.
14 Zaboraviše te svi ljubavnici, više za te i ne pitaju! Jer po tebi ja udarih k'o što udara neprijatelj, kaznom krutom za bezakonje i za mnoge grijehe tvoje.
૧૪તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે. તેઓ તને શોધતા નથી. કેમ કે મેં તને શત્રુની જેમ ઘાયલ કર્યો છે. હા, નિર્દય માણસની જેમ મેં તને ઈજા પહોંચાડી છે. કેમ કે તારાં પાપ ઘણાં થવાને લીધે અને તારા અપરાધ વધી ગયા છે.
15 Zašto kukaš zbog rane svoje? Zar je neizlječiva tvoja bol? Zbog mnoštva bezakonja i grijeha silnih tvojih to ti učinih.
૧૫તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારા ઘાનો કોઈ ઇલાજ નથી. તારા અપરાધો ઘણા થવાને લીધે તારા અપરાધો વધી ગયા જેને લીધે આ શિક્ષા કરવાની મને ફરજ પડી.
16 Al' i oni što te žderu bit će prožderani, u ropstvo će svi dušmani tvoji; pljačkaši tvoji bit će opljačkani, i koji te plijeniše bit će oplijenjeni.
૧૬જેથી જેઓ તને ખાઈ જાય છે. તે સર્વને ખાઈ જવામાં આવશે. તારા બધા શત્રુઓ બંદીવાસમાં જશે. તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે, તને લૂંટનારાઓ જ લૂંટાઈ જશે.
17 [17b] Zvahu te 'Protjeranom' i 'Sionkom za koju nitko ne pita'. [17a] Al' ja ću te iscijeliti, rane ti zaliječiti” - riječ je Jahvina.
૧૭કેમ કે હું તને આરોગ્ય આપીશ; અને ‘તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવાહ કહે છે. ‘કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે. વળી સિયોનની કોઈને ચિંતા નથી.”
18 Ovako govori Jahve: “Evo, izmijenit ću udes šatora Jakovljevih, smilovat ću se na stanove njegove: na razvalinama njegovim bit će opet grad sazidan, i dvori će stajati na starome mjestu.
૧૮યહોવાહ કહે છે; “જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.
19 Iz njih će se čuti hvalospjev, i glasovi radosni. Umnožit ću ih i više im se neće smanjiti broj, ugled ću im dati i više ih neće prezirati.
૧૯અને તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો અવાજ સંભળાશે. હું તેઓની વૃદ્ધિ કરીશ તેઓ ઓછા થશે નહિ; અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ.
20 Sinovi njihovi bit će mi kao nekoć, zajednica njina preda mnom će čvrsto stajati, a kaznit ću sve njihove ugnjetače.
૨૦તેઓના લોકો પાછા પહેલાંના જેવા થશે; તેઓની સભા મારી નજર સમક્ષ સ્થાપિત થશે, અને જેઓ તેમનો ઉપદ્રવ કરે છે તેમને હું સજા કરીશ.
21 Glavar njihov iz njih će niknuti, vladar njihov isred njih će izaći. Pustit ću ga k sebi da mi se približi - jer tko da se usudi sam preda me!” - riječ je Jahvina.
૨૧તેઓનો આગેવાન તેઓના પોતાનામાંથી જ થશે, તેઓમાંથી તેઓનો અધિકારી થશે જ્યારે હું તેને મારી પાસે લાવું ત્યારે તેઓ મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવાની જેણે હિંમત ધરી છે તે કોણ છે?” એમ યહોવાહ કહે છે.
22 “I vi ćete biti moj narod, a ja vaš Bog.
૨૨પછી તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.
23 Gle, nevrijeme Jahvino, jarost provaljuje, razmahuje se vihor silan, i svaljuje na glave bezbožničke.
૨૩જુઓ યહોવાહનો ક્રોધ, તેમનો રોષ પ્રગટ્યો છે. તેમનો કોપ સળગી રહ્યો છે. વંટોળની માફક તે દુષ્ટોના માથે આવી પડશે.
24 Jahvin se gnjev neće stišati dok on ne izvrši i ne ispuni naume srca svojega. U dane posljednje jasno ćete to razumjeti.
૨૪યહોવાહની યોજના અમલમાં આવે છે. તેઓ સિદ્ધ કરે નહિ ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, ભવિષ્યમાં તે તમને સમજાશે.”