< Izaija 23 >
1 Proroštvo o Tiru. Kukajte, lađe taršiške, jer vaša je tvrđa razorena! Javljeno im je dok se iz kitimske vraćahu zemlje.
૧તૂર વિષે ઈશ્વરવાણી: હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી; કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે.
2 Umuknite, stanovnici primorja, trgovci sidonski, kojih su glasnici brodili morem po vodi velikoj.
૨હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ, તમને પુરવઠો પૂરો પાડે છે.
3 Sjetva Nila, žetva Rijeke, bijaše njegovo bogatstvo. On bijaše sajmište narodima.
૩અને જળનિધિ પર શીહોર પ્રદેશનું અનાજ, નીલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વિદેશીઓનું બજાર હતું.
4 Stidi se, Sidone, jer more govori: “Ne hvataju me trudovi niti rađam, ne odgajam momaka nit' podižem djevojaka.”
૪હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે, “મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી.”
5 Uzdrhtat će Egipćani kad o Tiru vijest čuju.
૫મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે.
6 Otplovite u Taršiš, kukajte, stanovnici primorja.
૬હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ.
7 Je li to vaš grad veseli što postoji od davnih davnina i noge ga daleko nosile da se ondje naseli?
૭જેની પ્રાચીનતા પુરાતન છે, જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે?
8 Tko li je to odlučio protiv Tira okrunjenog, kojeg trgovci bijahu knezovi a prekupci odličnici zemlje?
૮મુગટ આપનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે?
9 Jahve nad Vojskama odluči tako da osramoti ponosnu slavu, da ponizi sve odličnike zemlje.
૯સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા અને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે.
10 Obrađuj zemlju, kćeri taršiška, tvoje luke više nema!
૧૦હે તાર્શીશની દીકરી, નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી.
11 Ruku svoju Gospod diže na more i kraljevstvima zadrma. Zapovjedi Jahve da se razore tvrđave kanaanske.
૧૧યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
12 Rekao je: “Nećeš više klikovati, okaljana djevice, kćeri sidonska!” Ustani i idi u Kitim; ni ondje nećeš imati mira.
૧૨તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
13 Evo zemlje kitimske ... podižu se kule opsadne, razaraju utvrde, sve je ruševina.
૧૩ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.
14 Kukajte, brodovi taršiški, razorena je vaša tvrđava!
૧૪હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે.
15 Dogodit će se, u onaj dan, da će Tir biti zaboravljen sedamdeset godina, kao dani jednoga kralja. A poslije sedamdeset godina Tiru će biti kao bludnici iz pjesme:
૧૫તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે:
16 “Uzmi citaru i skići se gradom, bludnice zaboravljena! Sviraj lijepo, pjevaj mnogo, da te se spomenu!”
૧૬હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે.
17 Poslije sedamdeset godina pohodit će Jahve Tir. I grad će opet dobivati svoju plaću bludničku. Podavat će se bludu sa svim kraljevstvima svijeta na licu zemlje.
૧૭સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે.
18 Ali će njegova dobit i plaća biti posvećena Jahvi; neće se zgrtati ni čuvati, nego će njegova dobit biti za one koji prebivaju pred Jahvom da imaju hrane do sita i doličnu odjeću.
૧૮તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.