< Hošea 12 >
1 Efrajim pase vjetar, za vjetrom istočnim trči cio dan, sve više je laži njegovih i nasilja. Savez sklapaju s Asirijom, ulje nose u Egipat.
૧એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે. પૂર્વના પવન પાછળ જાય છે. તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે, તેઓ આશ્શૂરની સાથે કરાર કરે છે, અને મિસરમાં જૈતૂનનું તેલ લઈ જવામાં આવે છે.
2 S Izraelom ima Jahve parnicu, kaznit će Jakova prema postupcima, vratit će mu po djelima njegovim.
૨યહૂદિયા વિરુદ્ધ યહોવાહને દલીલ છે તેઓ યાકૂબને તેનાં કૃત્યોની સજા આપશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે.
3 Već u krilu materinu brata je potisnuo, u snazi muževnoj s Bogom se borio.
૩ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.
4 S Anđelom se borio i nadvladao ga, plakao je i zaklinjao ga. Našao ga je u Betelu i ondje mu je govorio.
૪તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો; ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.
5 Da, Jahve, Bog nad Vojskama, Jahve je ime njegovo.
૫હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; “યહોવાહ” તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.
6 Ti se dakle Bogu svojem vrati, čuvaj ljubav i pravednost i u Boga se svoga uzdaj svagda!
૬માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો. ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો.
7 U ruci je Kanaanu kriva tezulja, on voli zakidati.
૭વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે, તેઓને છેતરપિંડી ગમે છે.
8 I reče Efrajim: “Samo sam se obogatio, blago sam nagomilao.” Ali ništa mu od sveg dobitka neće ostati, jer se ogriješio bezakonjima.
૮એફ્રાઇમ કહે છે, “ખરેખર, હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ, કે જેનાથી પાપ થાય.”
9 Ja sam Jahve, Bog tvoj, sve od zemlje egipatske, još ću ti dati da stanuješ pod šatorima kao u dane Sastanka;
૯“મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.
10 govorit ću prorocima, umnožit ću viđenja i po prorocima prispodobom učiti.
૧૦મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે.”
11 Gilead je puko bezakonje, ispraznost sama; u Gilgali žrtvuju bikove; zato će im oltari biti k'o hrpe kamenja u brazdama poljskim.
૧૧જો ગિલ્યાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે; તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.
12 Jakov pobježe u kraj aramski, za ženu služaše Izrael, za ženu jednu stada čuvaše.
૧૨યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે; ઇઝરાયલે પત્ની મેળવવા માટે સેવા કર્યું, તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં.
13 Al' po Proroku izvede Jahve Izraela iz Egipta, i po Proroku on ga je čuvao.
૧૩પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.
14 Pregorko ga Efrajim uvrijedi: stoga će krv njegovu na nj svaliti, platit će mu Gospod njegov za pogrde.
૧૪એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.