< Jevrejima 2 >
1 Zato treba da mi svesrdnije prianjamo uz ono što čusmo da ne bismo promašili.
૧તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.
2 Jer ako je riječ po anđelima izrečena bila čvrsta te je svaki prijestup i neposluh primio pravednu plaću,
૨કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો,
3 kako li ćemo mi umaći ako zanemarimo toliko spasenje? Spasenje koje je počeo propovijedati Gospodin, koje su nam potvrdili slušatelji,
૩તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી.
4 a suposvjedočio Bog znamenjima i čudesima, najrazličitijim silnim djelima i darivanjima Duha Svetoga po svojoj volji.
૪ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.
5 Nije doista anđelima podložio budući svijet o kojem govorimo.
૫કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી.
6 Netko negdje posvjedoči: Što je čovjek da ga se spominješ, sin čovječji te ga pohađaš.
૬પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો?
7 Ti ga tek za malo učini manjim od anđela, slavom i časti njega ovjenča,
૭તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 njemu pod noge sve podloži. Kad mu, doista, sve podloži, ništa ne ostavi što mu ne bi bilo podloženo. Sad još ne vidimo da mu je sve podloženo,
૮તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.
9 ali Njega, za malo manjeg od anđela, Isusa, vidimo zbog pretrpljene smrti slavom i časti ovjenčana da milošću Božjom bude svakome na korist što je on smrt okusio.
૯પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ.
10 Dolikovalo je doista da Onaj radi kojega je sve i po kojemu je sve - kako bi mnoge sinove priveo k slavi - po patnjama do savršenstva dovede Početnika njihova spasenja.
૧૦કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.
11 Ta i Posvetitelj i posvećeni - svi su od jednoga! Zato se on i ne stidi zvati ih braćom,
૧૧કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.
12 kad veli: Braći ću svojoj naviještat ime tvoje, hvalit ću te usred zbora.
૧૨તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.
13 I još: Ja ću se u njega uzdati, i još: Evo, ja i djeca koju mi Bog dade.
૧૩હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”
14 Pa budući da djeca imaju zajedničku krv i meso, i sam on tako postade u tome sudionikom da smrću obeskrijepi onoga koji imaše moć smrti, to jest đavla,
૧૪જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.
15 pa oslobodi one koji - od straha pred smrću - kroza sav život bijahu podložni ropstvu.
૧૫અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.
16 Ta ne zauzima se dašto za anđele, nego se zauzima za potomstvo Abrahamovo.
૧૬કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે.
17 Stoga je trebalo da u svemu postane braći sličan, da milosrdan bude i ovjerovljen Veliki svećenik u odnosu prema Bogu kako bi okajavao grijehe naroda.
૧૭એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
18 Doista, u čemu je iskušan trpio, može iskušavanima pomoći.
૧૮કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.