< Postanak 38 >
1 Otprilike u to vrijeme Juda ode od svoje braće te okrenu nekom Adulamcu komu ime bijaše Hira.
૧તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો.
2 Tu Juda zapazi kćer jednog Kanaanca - zvao se Šua - i njome se oženi. Priđe njoj
૨ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો.
3 te ona zače i rodi sina, komu dade ime Er.
૩શૂઆ સગર્ભા થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ એર પાડ્યું.
4 Opet ona zače, rodi sina i dade mu ime Onan.
૪તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.
5 Još jednog sina rodi te mu nadjene ime Šela. Nalazila se u Kezibu kad je njega rodila.
૫તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.
6 Juda oženi svoga prvorođenca Era djevojkom kojoj bijaše ime Tamara.
૬યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું.
7 Ali Judin prvorođenac Er uvrijedi Jahvu i Jahve ga pogubi.
૭યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો.
8 Tada reče Juda Onanu: “Priđi k udovici svoga brata, izvrši prema njoj djeversku dužnost i tako očuvaj lozu svome bratu!”
૮યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ.”
9 Ali Onan, znajući da se sjeme neće računati kao njegovo, ispuštaše ga na zemlju kad god bi prišao bratovoj udovici, tako da ne dade potomstva svome bratu.
૯ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.
10 To što je činio uvrijedilo je Jahvu, pa i njega pogubi.
૧૦તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો.
11 Onda Juda reče svojoj nevjesti Tamari: “Ostani kao udovica u domu svoga oca dok poodraste moj sin Šela.” Bojao se, naime, da bi i on mogao umrijeti kao i njegova braća. I tako Tamara ode da živi u očevu domu.
૧૧પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, “મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” કેમ કે તેણે વિચાર્યું કે, “કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે.” પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.
12 Dugo vremena poslije toga umre Šuina kći, Judina žena. Kad je prošlo vrijeme žalosti, Juda ode, zajedno sa svojim prijateljem Adulamcem Hirom, u Timnu da striže svoje ovce.
૧૨ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો.
13 Obavijeste Tamaru: “Eno ti je svekar”, rekoše joj, “na putu u Timnu da striže ovce.”
૧૩તામારને ખબર મળી, “જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે.”
14 Ona svuče udovičko ruho, navuče koprenu i zamota se pa sjede na ulazu u Enajim, što je na putu k Timni. Vidjela je, naime, da je Šela odrastao, ali nju još ne udaše za nj.
૧૪તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.
15 Kad je Juda opazi, pomisli da je bludnica, jer je bila pokrila lice.
૧૫જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું.
16 Svrati se on k njoj i reče: “Daj da ti priđem!” Nije znao da mu je nevjesta. A ona odgovori: “Što ćeš mi dati da uđeš k meni?”
૧૬તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, “ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે.” કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, “મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?
17 “Spremit ću ti jedno kozle od svoga stada”, odgovori. “Treba da ostaviš jamčevinu dok ga ne pošalješ.”
૧૭તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?
18 A on zapita: “Kakvu jamčevinu da ti ostavim?” Ona odgovori: “Svoj pečatnjak o vrpci i štap što ti je u ruci.” Dade joj jedno i drugo, a onda priđe k njoj i ona po njem zače.
૧૮તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.
19 Potom ona ustade i ode; skide sa sebe koprenu i opet se odjenu u svoje udovičko ruho.
૧૯તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.
20 Uto Juda pošalje kozle po svom prijatelju Adulamcu da iskupi jamčevinu iz ruku žene, ali je nije mogao naći.
૨૦તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.
21 Upita ljude u mjestu: “Gdje je bludnica što se nalazila uz put u Enajim?” Oni mu odgovore: “Ovdje nije nikad bilo bludnice.”
૨૧પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, “જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?” તેઓએ કહ્યું, “અહીં તો કોઈ ગણિકા નથી.”
22 Tako se on vrati k Judi pa reče: “Nisam je mogao naći. Osim toga, ljudi mi u mjestu rekoše da ondje nije nikad bilo bludnice.”
૨૨તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, “મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ ગણિકા ન હતી.’”
23 Onda reče Juda: “Da ne ostanemo za ruglo, neka ih drži! Slao sam joj, eto, ovo kozle, ali je ti nisi našao.”
૨૩યહૂદાએ કહ્યું, “તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ.”
24 Otprilike poslije tri mjeseca donesoše vijest Judi: “Tvoja nevjesta Tamara odala se bludništvu; čak je u bludničenju i začela.” “Izvedite je”, naredi Juda, “pa neka se spali!”
૨૪પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.”
25 Dok su je izvodili, ona poruči svekru: “Začela sam po čovjeku čije je ovo.” Još doda: “Vidi čiji je ovaj pečatnjak o vrpci i ovaj štap!”
૨૫જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, “આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું” તેણે કહ્યું, “આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે.”
26 Juda ih prepozna pa reče: “Ona je pravednija nego ja, koji joj nisam dao svoga sina Šelu.” Ali više s njom nije imao posla.
૨૬યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.
27 Kad joj je došlo vrijeme da rodi, pokaže se da nosi blizance.
૨૭તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં.
28 Dok je rađala, jedan od njih pruži ruku van. Nato babica priveže za njegovu ruku crven konac govoreći: “Ovaj je izišao prvi.”
૨૮જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, “આનો જન્મ પ્રથમ થયો છે.”
29 Ali baš tada on uvuče ruku te iziđe njegov brat. A ona reče: “Kakav li proder napravi!” Stoga mu nadjenu ime Peres.
૨૯પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ પાડ્યું.
30 Poslije iziđe njegov brat koji je oko ruke imao crveni konac. Njemu dadoše ime Zerah.
૩૦પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરાહ પડ્યું.