< Ezekiel 35 >

1 I dođe mi riječ Jahvina:
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 “Sine čovječji, okreni lice k Seirskoj gori i prorokuj protiv nje!
“હે મનુષ્યપુત્ર, સેઈર પર્વત તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર,
3 Reci joj: 'Ovako govori Jahve Gospod: Evo me na te, Goro seirska! Ruku ću podići na te i pretvoriti te u pustoš i pustinju.
તેને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે સેઈર પર્વત, હું તારી વિરુદ્ધ છું, હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને વેરાન તથા ત્રાસરૂપ કરીશ.
4 Gradove ću tvoje razvaliti i postat ćeš pustinjom. I znat ćeš da sam ja Jahve!
તારાં નગરોને ઉજ્જડ બનાવી દઈશ અને તું તદ્દન વેરાન થઈ જઈશ; ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
5 Vječnu si mržnju gojila i maču predavala sinove Izraelove kad bi ih nesreća pogodila i kad bi im kucnuo čas posljednjega grijeha.
કેમ કે તેં ઇઝરાયલી લોકો સાથે સતત દુશ્મનાવટ રાખી છે. ઇઝરાયલી લોકોની આપત્તિના સમયે, તેઓની મોટી સજાના સમયે, તમે તેઓને તલવારને સ્વાધીન કર્યા છે.
6 Zato, života mi moga - riječ je Jahve Gospoda - krvi ću te predati i krv će te progoniti: od krvi nisi prezala, krv će te progoniti!
તેથી પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ’ ‘હું તને રક્તપાત માટે તૈયાર કરીશ, રક્તપાત તારી પાછળ લાગશે. તેં રક્તપાતનો ધિક્કાર કર્યો નથી, માટે રક્તપાત તારી પાછળ લાગશે.
7 Od Gore seirske učinit ću pustoš i pustinju, istrijebit ću iz nje polaznika i povratnika.
હું સેઈર પર્વતને વેરાન કરી દઈશ અને ત્યાંથી પસાર થનારા અને પાછા આવનારનો સંહાર કરીશ.
8 Gore njezine napunit ću truplima: po tvojim brežuljcima, po tvojim dolinama i po tvojim uvalama padat će mačem pokošeni.
અને હું તેના ડુંગરોને મૃત્યુ પામેલાથી ભરી દઈશ. તારા ડુંગરો, ખીણો તથા તારા ઝરણામાં તલવારથી કતલ થયેલાઓ પડશે.
9 Učinit ću od tebe vječnu pustinju, gradovi se tvoji neće napučiti. I znat ćete da sam ja Jahve!'
હું તને સદાને માટે વેરાન બનાવી દઈશ. તારા નગરોમાં વસ્તી થશે નહિ, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
10 Ti reče: 'Ova dva naroda i ove dvije zemlje bit će moji; mi ćemo ih zaposjesti, ako i jest Jahve bio ondje!'
૧૦“જ્યારે યહોવાહ ત્યાં તેઓની સાથે હતા, ત્યારે તમે કહ્યું આ બે પ્રજા તથા આ બે દેશો મારા છે, અમે તેનો કબજો મેળવીશું.
11 'Zato, života mi moga - riječ je Jahve Gospoda - postupit ću s tobom prema gnjevu i ljubomori s kojom ti postupi u svojoj mržnji s njima! Upoznat ćeš me po tome kako ću ti suditi!
૧૧માટે પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ, તેં તારા તિરસ્કારને લીધે જે રોષ તથા ઈર્ષ્યા તેઓના પ્રત્યે કર્યાં છે, તે પ્રમાણે હું તારી સાથે વર્તીશ, જ્યારે હું તેઓનો ન્યાય કરીશ, ત્યારે હું તેઓ મધ્યે પ્રગટ થઈશ.
12 I znat ćeš da sam ja, Jahve, čuo sve tvoje hule što ih izreče na gore Izraelove govoreći: 'Opustješe, nama su dane za hranu!'
૧૨ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું! ઇઝરાયલના પર્વતોની વિરુદ્ધ જે દુર્ભાષણો કરીને તું બોલ્યો છે, તેં કહ્યું છે, “તેઓ વેરાન છે, તેઓ અમને ભક્ષ થવાને આપવામાં આવ્યા છે.”
13 Razmetali ste se, protiv mene govorili i gomilali protiv mene riječi; čuo sam ja!'
૧૩તમે તમારા મુખે મારી વિરુદ્ધ બડાશ મારી છે, મારી વિરુદ્ધ ઘણું બધું બોલ્યા છો. તેં મેં સાંભળ્યું છે.’”
14 Ovako govori Jahve Gospod: 'Na radost sve zemlje, od tebe ću učiniti pustoš.
૧૪પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘જ્યારે આખી પૃથ્વી આનંદ કરતી હશે ત્યારે હું તને વેરાન કરીશ.
15 Kako si se ti radovala što opustje baština doma Izraelova, tako ću učiniti s tobom: opustjet ćeš, Goro seirska, a s tobom i sav Edom! I znat će se da sam ja Jahve!”
૧૫જેમ તું ઇઝરાયલને ઉજ્જડ થતું જોઈને આનંદ કરતો હતો, એવું જ હું તારી સાથે પણ કરીશ. હે સેઈર પર્વત, તું વેરાન થશે, આખું અદોમ પણ વેરાન થશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.’”

< Ezekiel 35 >