< Ponovljeni zakon 34 >
1 Poslije toga ode Mojsije s Moapskih poljana na brdo Nebo, na vrhunac Pisge nasuprot Jerihonu, gdje mu Jahve pokaza svu zemlju: Gilead do Dana,
૧મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ,
2 sav Naftali, kraj Efrajimov i Manašeov, svu Judinu krajinu do Zapadnog mora;
૨આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ,
3 zatim Negeb, područje doline Jerihona - grada palmi - do Soara.
૩નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો.
4 Potom mu reče Jahve: “Ovo je zemlja za koju sam se zakleo Abrahamu, Izaku i Jakovu da ću je dati tvome potomstvu. Dopustio sam da je pogledaš svojim očima, ali ti onamo nećeš prijeći.”
૪યહોવાહે તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને સમ ખાઈને કહ્યું હતું કે, ‘હું તારા વંશજોને આપીશ તે આ છે.’ મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહિ પામે.”
5 I Mojsije, sluga Jahvin, umrije ondje u zemlji moapskoj po Jahvinoj zapovijedi.
૫આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો.
6 I ukopa ga on u dolini u zemlji nasuprot Bet Peoru. Do dana današnjega nitko nije doznao za njegov grob.
૬યહોવાહે તેને મોઆબના દેશમાં બેથ-પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી.
7 Mojsiju bijaše sto dvadeset godina kad umrije. Oko mu nije oslabilo niti mu je snaga popustila.
૭મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો વીસ વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી.
8 Izraelci oplakivahu Mojsija na Moapskim poljanama trideset dana. Potom prođoše i dani oplakivanja - tugovanja za Mojsijem.
૮મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો, ત્યાર બાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા.
9 A Jošua, sin Nunov, bio je ispunjen duhom mudrosti jer Mojsije bijaše na nj položio svoje ruke. Njega su Izraelci slušali i činili kako je Jahve naredio Mojsiju.
૯નૂનનો દીકરો યહોશુઆ ડહાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું.
10 Ne pojavi se više prorok u Izraelu ravan Mojsiju - njega je Jahve poznavao licem u lice! -
૧૦ઇઝરાયલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઊઠયો નથી, તેની સાથે ઈશ્વર જેને યહોવાહ મુખોપમુખ વાત કરતા હતા.
11 po svim onim znakovima i čudesima u zemlji egipatskoj za koja ga je Jahve slao da ih učini na faraonu, na svim službenicima njegovim i na svoj zemlji njegovoj,
૧૧મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી.
12 po onoj moćnoj ruci njegovoj i po svim onim velikim zastrašnim djelima koja učini na oči svega Izraela.
૧૨આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.