< 2 Samuelova 5 >
1 Tada se sabraše sva izraelska plemena k Davidu u Hebron i rekoše: “Evo, mi smo od tvoje kosti i od tvoga mesa.
૧પછી ઇઝરાયલના સર્વ કુળોએ દાઉદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “જુઓ, અમે તારા પિતરાઈઓ છીએ.
2 Još prije, dok je još Šaul bio kralj nad nama, ti si upravljao svim pokretima Izraela, a Jahve ti je rekao: 'Ti ćeš pasti moj izraelski narod i ti ćeš biti knez nad Izraelom!'”
૨ગતકાળમાં જયારે શાઉલ અમારો રાજા હતો, ત્યારે ઇઝરાયલના સૈન્યની આગેવાની તેં જ કરી હતી. ઈશ્વરે તને જ કહ્યું હતું, “તું મારા લોક ઇઝરાયલીઓ પર અધિપતિ તથા રાજા થશે.”
3 Tako dođoše sve izraelske starješine kralju u Hebron, a kralj David sklopi s njima savez u Hebronu pred Jahvom; i pomazaše Davida za kralja nad Izraelom.
૩તેથી ઇઝરાયલના સર્વ આગેવાનો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. દાઉદે ઈશ્વરની આગળ હેબ્રોનમાં તેઓની સાથે કરાર કર્યો. તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.
4 Trideset je godina bilo Davidu kad je postao kralj, a kraljevao je četrdeset godina.
૪દાઉદ રાજા થયો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું.
5 U Hebronu je kraljevao nad Judom sedam godina i šest mjeseci, a u Jeruzalemu kraljevaše trideset i tri godine nad svim Izraelom i nad Judom.
૫તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ રાજ કર્યું; અને યરુશાલેમમાં રહીને ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.
6 David krene s ljudima na Jeruzalem protiv Jebusejaca, koji su živjeli u onoj zemlji. Ali oni poručiše Davidu: “Nećeš ući ovamo! Slijepci će te i kljasti odbiti!” (To je imalo značiti: David neće ući ovamo.)
૬દાઉદ રાજા અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ.”
7 Ipak David osvoji Sionsku tvrđavu, to jest Davidov grad.
૭પણ, દાઉદે તો સિયોનનો કિલ્લો કબજે કર્યો. તે હવે દાઉદનું નગર કહેવાય છે.
8 Onoga dana reče David: “Tko god pobije Jebusejce i popne se kroz prorov ...” A kljaste i slijepe mrzi David iz sve duše. (Stoga se kaže: Slijepci i kljasti neka ne ulaze u Hram.)
૮યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, “સૈનિકો તે પાણીના નાળાંમાં થઈને ઉપર ચઢી જાઓ, ‘અંધ તથા અપંગ,’ યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે.” તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે, “અંધ તથા અપંગ’ તે રાજમહેલમાં આવી શકતા નથી.”
9 David se nastani u tvrđavi i prozva je Davidov grad. Tada David podiže zid unaokolo od Mila pa unutra.
૯દાઉદ તે કિલ્લામાં રહેવા લાગ્યો અને તેનું નામ દાઉદનગર પાડ્યું. દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં બાંધકામ કર્યું.
10 David je postajao sve silniji, jer Jahve, Bog nad vojskama, bijaše s njim.
૧૦દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન સૈન્યોના ઈશ્વર, તેની સાથે હતા.
11 Tirski kralj Hiram posla k Davidu izaslanstvo i cedrova drveta, tesara i zidara, koji sagradiše dvor Davidu.
૧૧પછી તૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવા સંદેશવાહકો, દેવદાર વૃક્ષો, સુથારો અને કડિયાઓ મોકલ્યા.
12 Tada David spozna da ga je Jahve potvrdio za kralja nad Izraelom i da je vrlo uzvisio njegovo kraljevstvo radi svojega izraelskog naroda.
૧૨દાઉદે જાણ્યું કે ઈશ્વરે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેમણે તેમનું રાજય પોતાના લોક ઇઝરાયલને ખાતર ગૌરવવાન કર્યું છે.
13 Po dolasku iz Hebrona David uze još inoča i žena iz Jeruzalema; i rodi se Davidu još sinova i kćeri.
૧૩પછી દાઉદ હેબ્રોન છોડીને યરુશાલેમમાં આવ્યો, ત્યાં તેણે બીજી વધારાની પત્નીઓ અને ઉપપત્નીઓ કરી. તેઓએ અનેક દીકરા અને દીકરીઓને જન્મ આપ્યાં.
14 Evo imena djece koja mu se rodiše u Jeruzalemu: Šamua, Šobab, Natan, Salomon,
૧૪યરુશાલેમમાં જન્મેલાં સંતાનોનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
15 Jibhar, Elišua, Nefeg, Jafija,
૧૫ઈબ્હાર, અલીશૂઆ, નેફેગ, યાફીઆ,
16 Elišama, Beeljada i Elifelet.
૧૬અલિશામા, એલ્યાદા અને અલિફેલેટ.
17 Kad su Filistejci čuli da su Davida pomazali za kralja nad Izraelom, iziđoše svi da se dočepaju Davida. Čuvši to, David siđe u svoj zaklon.
૧૭પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરાયો છે. ત્યારે તેઓ બધા તેને પકડી લેવા બહાર ગયા. પણ દાઉદને તેની જાણ થવાથી તે કિલ્લામાં ચાલ્યો ગયો.
18 Filistejci dođoše i raširiše se po Refaimskoj dolini.
૧૮હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં ફેલાઈ ગયા હતા.
19 Tada David upita Jahvu: “Mogu li napasti Filistejce? Hoćeš li ih predati meni u ruke?” Jahve odgovori Davidu: “Napadni! Predat ću Filistejce tebi u ruke!”
૧૯પછી દાઉદે ઈશ્વરની સલાહ પૂછી કે, “શું હું પલિસ્તીઓ ઉપર હુમલો કરું? શું તમે તેઓ પર વિજય આપશો?” ઈશ્વરે દાઉદને કહ્યું કે, “હુમલો કર, હું નિશ્ચે તને પલિસ્તીઓ પર વિજય આપીશ.”
20 Tada David dođe u Baal Perasim i ondje ih pobi. David reče: “Jahve je preda mnom prodro među moje neprijatelje kao što voda prodire.” Stoga se ono mjesto prozvalo Baal Perasim.
૨૦તેથી દાઉદે બાલ-પરાસીમના લોકો પર હુમલો કર્યો અને તેઓને પરાજિત કર્યા. તેણે કહ્યું કે, “પાણીના પૂરના ધસારાની માફક ઈશ્વર મારા શત્રુઓ પર ધસી ગયા છે.” એ માટે તેણે તે જગ્યાનું નામ બાલ-પરાસીમ પાડયું.
21 Ostavili su ondje svoje bogove; a David i njegovi ljudi odnesoše ih.
૨૧પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ ત્યાં પડતી મૂકી. દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.
22 Filistejci opet dođoše i raširiše se po Refaimskoj dolini.
૨૨પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.
23 David opet upita Jahvu, a on mu odgovori: “Ne idi pred njih, nego im zađi za leđa i navali na njih s protivne strane Bekaima.
૨૩દાઉદે ફરી ઈશ્વરની સલાહ પૂછી અને ઈશ્વરે તેને કહ્યું, “તું આગળથી હુમલો કરીશ નહિ, પણ તેઓની પાછળ ચકરાવો ખાઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.
24 Kad začuješ topot koraka po bekaimskim vrhovima, onda se požuri, jer će tada Jahve ići pred tobom da pobije filistejsku vojsku.”
૨૪જયારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે પૂરા સામર્થ્યથી ચઢાઈ કરજે. તે વખતે હું યહોવાહ તારી આગળ પલિસ્તીઓના સૈન્ય પર હુમલો કરવા તારી અગાઉ ગયો છું. એવું સમજ જે.”
25 David učini kako mu je zapovjedio Jahve i pobi Filistejce od Gibeona sve do ulaza u Gezer.
૨૫ઈશ્વરે જેમ દાઉદને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો.