< 1 Ljetopisa 20 >
1 Slijedeće godine, u doba kad kraljevi izlaze u rat, izvede Joab vojsku i poče pustošiti zemlju amonsku. Došavši, opsjeo je Rabu; David bijaše ostao u Jeruzalemu. Joab je osvojio Rabu i razorio je.
૧સામાન્ય રીતે વસંતઋતુ બેસતાં રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યોઆબે સૈન્યની આગેવાની કરી અને આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. યોઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું.
2 Tada je David uzeo njihovu kralju s glave krunu i vidio da je teška jedan zlatni talenat, a na njoj je bilo drago kamenje. Stavili su je na glavu Davidu, koji je iz grada odnio vrlo velik plijen.
૨દાઉદે રાબ્બાના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમા રત્નો જડેલાં હતા. તેનું વજન એક તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો.
3 Narod koji bijaše u gradu izvede van i stavi ga da radi pilama, gvozdenim pijucima i sjekirama. Tako je David učinio svim gradovima Amonovih sinova. Potom se vratio sa svim narodom u Jeruzalem.
૩તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તીકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમ્મોનીઓના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરુશાલેમમાં પાછું આવ્યું.
4 Poslije toga opet izbi rat s Filistejcima u Gezeru; tada je Hušanin Sibkaj pogubio Sipaja, koji je bio od Refaimovih potomaka; i bili su pokoreni.
૪ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.
5 Uz to je nastao i rat s Filistejcima, u kojem je Jairov sin Elhanan pogubio Lahmija, brata Golijata Gitejca, koji je imao kopljaču kao tkalačko vratilo.
૫પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું. અને યાઈરના પુત્ર એલ્હાનાને, લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગિત્તી ગોલ્યાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
6 Potom opet izbi rat u Gatu, gdje je bio neki čovjek visoka rasta: imaše taj na svakoj ruci i nozi po šest prstiju, dakle dvadeset i četiri; i on bijaše Rafin potomak.
૬ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો.
7 Kad je počeo ružiti Izraela, ubi ga Jonatan, sin Davidova brata Šimeja.
૭જ્યારે તેણે ઇઝરાયલના સૈન્યનો ધિક્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
8 To su bili Rafini potomci u Gatu koji su izginuli od Davidove ruke i od ruke njegovih slugu.
૮આ બધા ગાથના રફાઈમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા.