< 1 Ljetopisa 10 >
1 Filistejci su zavojštili na Izraelce. Izraelci su pobjegli pred njima i padali pobijeni po gori Gilboi.
૧હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાસી ગયા, ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ.
2 Filistejci stisnuše Šaula i njegove sinove i pogubiše Šaulove sinove Jonatana, Abinadaba i Malki-Šuu.
૨પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.
3 Boj je postao žešći oko Šaula. Iznenadiše ga strijelci s lukovima i on pade ranjen od strijelaca.
૩શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો.
4 Tada Šaul reče svome štitonoši: “Izvuci svoj mač i probodi me da ne dođu ti neobrezanci i ne narugaju mi se.” Ali se njegov štitonoša prestravi i ne htjede toga učiniti. Zato Šaul uze mač i baci se na nj.
૪ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. રખેને એ બેસુન્નતીઓ આવીને મારું અપમાન કરે.” પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીતો હતો. તેથી શાઉલ પોતાની જ તલવાર પર પડીને મરણ પામ્યો.
5 Kad je štitonoša vidio da je Šaul umro, baci se i on na svoj mač i umrije s njim.
૫જયારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો.
6 Tako onog dana pogiboše zajedno Šaul, njegova tri sina i sav njegov dom.
૬એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.
7 Kad su svi Izraelci koji su bili u dolini vidjeli da su sinovi Izraelovi pobjegli i da je poginuo Šaul sa sinovima, ostavili su svoje gradove i razbježali se. Filistejci dođoše i nastaniše se u njima.
૭જયારે ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાસી ગયા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો મૂકીને નાસી ગયા. પછી પલિસ્તીઓ ત્યાં આવીને તે નગરોમાં રહ્યા.
8 Kad su sutradan došli Filistejci da oplijene pobijene, našli su Šaula s njegovim sinovima gdje leže mrtvi na gori Gilboi.
૮તેને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારુ ધસી આવ્યા, ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા.
9 Svukavši ga, uzeše mu glavu i oružje te poslaše po filistejskoj zemlji unaokolo javljajući veselu vijest svojim idolima i narodu.
૯તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા.
10 Potom su oružje metnuli u hram svoga boga, a lubanju mu izložili u Dagonovu hramu.
૧૦તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું.
11 Kad su čuli svi Jabeš-Gileađani što su Filistejci učinili od Šaula,
૧૧પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલ્યાદના બધા લોકોએ સાંભળ્યું,
12 ustali su svi hrabri ljudi i uzeli Šaulovo mrtvo tijelo i tjelesa njegovih sinova i, donijevši ih u Jabeš, pokopali su njihove kosti pod tamarisom u Jabešu; i postiše sedam dana.
૧૨ત્યારે સર્વ શૂરવીર પુરુષોએ ઊઠીને શાઉલનો મૃતદેહ તથા તેના દીકરાઓના મૃતદેહો લીધા અને તેમને યાબેશમાં લાવ્યા. તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓના મૃતદેહોને દફનાવ્યા અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
13 Tako je poginuo Šaul za svoju nevjeru kojom se iznevjerio Jahvi: nije držao Jahvine zapovijedi i povrh toga je pitao za savjet bajačicu,
૧૩શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.
14 a nije pitao Jahvu; zato ga je ubio i prenio kraljevstvo na Jišajeva sina Davida.
૧૪આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.