< Ϯ⳰ⲀⲠⲞⲔⲀⲖⲨⳘⲮⲒⲤ 9 >
1 ⲁ̅ ⲞⲨⲞϨ ⲠⲒⲘⲀϨⲈ ⲚⲀⲄⲄⲈⲖⲞⲤ ⲀϤⲈⲢⲤⲀⲖⲠⲒⲌⲒⲚ ⲞⲨⲞϨ ⲀⲒⲚⲀⲨ ⲈⲞⲨⲤⲒⲞⲨ ⲈⲀϤϨⲈⲒ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲦⲪⲈ ϨⲒϪⲈⲚ ⲠⲒⲔⲀϨⲒ ⲞⲨⲞϨ ⲀⲨϮ ⲚⲀϤ ⲚⲚⲒϢⲞϢⲦ ⲚⲦⲈϮϢⲰϮ ⲘⲪⲚⲞⲨⲚ (Abyssos )
૧જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. (Abyssos )
2 ⲃ̅ ⲞⲨⲞϨ ⲀϤϢⲈ ⲈⲠϢⲰⲒ ⲚϪⲈⲠⲒⲬⲢⲈⲘⲦⲤ ⲚⲦⲈϮϢⲰϮ ⲘⲪⲢⲎϮ ⲚⲦⲬⲢⲈⲘⲦⲤ ⲚⲞⲨⲚⲒϢϮ ⲚϨⲢⲰ ⲞⲨⲞϨ ⲀϤⲈⲢⲬⲀⲔⲒ ⲚϪⲈⲪⲢⲎ ⲚⲈⲘ ⲠⲒⲀⲎⲢ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲒⲬⲢⲈⲘⲦⲤ ⲚⲦⲈϮϢⲰϮ. (Abyssos )
૨તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. (Abyssos )
3 ⲅ̅ ⲞⲨⲞϨ ⲀⲨⲒ ⲚϪⲈϨⲀⲚϢϪⲎⲞⲨ ⲈϨⲢⲎⲒ ⲈϪⲈⲚ ⲠⲒⲔⲀϨⲒ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲒⲬⲢⲈⲘⲦⲤ ⲞⲨⲞϨ ⲀⲨϮⲈⲢϢⲒϢⲒ ⲚⲰⲞⲨ ⲘⲪⲢⲎϮ ⲚⲚⲒϬⲖⲎ ⲈⲦⲈ ⲞⲨⲞⲚⲦⲞⲨ ⲈⲢϢⲒϢⲒ ⲘⲘⲀⲨ ϨⲒϪⲈⲚ ⲠⲔⲀϨⲒ.
૩એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી.
4 ⲇ̅ ⲞⲨⲞϨ ⲀⲨϪⲞⲤ ⲚⲰⲞⲨ ⲈϢⲦⲈⲘⲈⲢⲀⲆⲒⲔⲒⲚ ⲚⲚⲒⲤⲘⲈϨ ⲚⲦⲈⲠⲔⲀϨⲒ ⲞⲨⲆⲈ ϢϢⲎⲚ ⲚⲒⲂⲈⲚ ⲞⲨⲆⲈ ⲈⲚⲬⲀⲒ ⲚⲒⲂⲈⲚ ⲈⲦⲞⲨⲈⲦⲞⲨⲰⲦ ⲈⲂⲎⲖ ⲈⲚⲒⲢⲰⲘⲒ ⲚⲎ ⲈⲦⲈ ϮⲤⲪⲢⲀⲄⲒⲤ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ϨⲒ ⲦⲞⲨⲦⲈϨⲚⲒ ⲀⲚ.
૪અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.
5 ⲉ̅ ⲞⲨⲞϨ ⲀⲨⲦⲎⲒⲤ ⲚⲰⲞⲨ ϨⲒⲚⲀ ⲚⲦⲞⲨϢⲦⲈⲘϦⲞⲐⲂⲞⲨ ⲀⲖⲖⲀ ϨⲒⲚⲀ ⲚⲤⲈϮⲘⲔⲀϨ ⲚⲰⲞⲨ ⲚⲈⲚⲀⲂⲞⲦ ⲞⲨⲞϨ ⲠⲒⲘⲔⲀϨ ⲚⲦⲈⲠⲞⲨⲦϨⲈⲘⲔⲞ ⲈϤⲈϢⲰⲠⲒ ⲈϤⲘⲞⲔϨ ⲘⲪⲢⲎϮ ⲘⲠⲒⲦϨⲈⲘⲔⲞ ⲚⲦⲈϨⲀⲚϬⲖⲎ ⲈϢⲰⲠ ⲀⲨϢⲀⲚϪⲈⲔϨ ⲞⲨⲢⲰⲘⲒ.
૫તેઓને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી.
6 ⲋ̅ ⲞⲨⲞϨ ⲚϨⲢⲎⲒ ϦⲈⲚⲚⲒⲈϨⲞⲞⲨ ⲈⲦⲈⲘⲘⲀⲨ ⲈⲢⲈ ⲚⲒⲢⲰⲘⲒ ⲈⲨⲈⲔⲰϮ ⲚⲤⲀⲪⲘⲞⲨ ⲞⲨⲞϨ ⲚⲚⲞⲨϪⲈⲘϤ ⲈⲨⲈⲈⲢⲈⲠⲒⲐⲨⲘⲒⲚ ⲈⲪⲘⲞⲨ ⲞⲨⲞϨ ⲪⲘⲞⲨ ⲈϤⲈϤⲰⲦ ⲈⲂⲞⲖ ϨⲀⲢⲰⲞⲨ.
૬તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.
7 ⲍ̅ ⲞⲨⲞϨ ⲠⲤⲘⲞⲦ ⲚⲦⲈⲚⲒϢϪⲎⲞⲨ ⲈⲦⲈⲘⲘⲀⲨ ⲈⲨⲞⲚⲒ ⲚⲚⲒϨⲐⲰⲢ ⲈⲦⲤⲈⲂⲦⲰⲦ ⲈⲠⲠⲞⲖⲈⲘⲞⲤ ⲈⲞⲨⲞⲚ ⲞⲨⲬⲖⲞⲘ ⲈϤⲦⲞⲒ ⲈϪⲈⲚ ⲦⲀⲪⲈ ⲘⲠⲒⲞⲨⲀⲒ ⲠⲒⲞⲨⲀⲒ ⲘⲘⲰⲞⲨ ⲈⲨⲞⲒ ⲚⲀⲞⲨⲀⲚ ⲚⲚⲞⲨⲂ ⲞⲨⲞϨ ⲠⲞⲨϨⲞ ⲈϤⲞⲚⲒ ⲘⲠϨⲞ ⲚϨⲀⲚⲢⲰⲘⲒ ⲞⲨⲞϨ ⲚⲞⲨⲚⲀϪϨⲒ ⲈⲨⲞⲚⲒ ⲘⲪⲢⲎϮ ⲚⲚⲀ ⲚⲒⲘⲞⲨⲒ
૭તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા;
8 ⲏ̅ ⲞⲨⲞϨ ⲈⲢⲈ ⲠⲞⲨϤⲰⲒ ⲞⲚⲒ ⲘⲪⲀ ⲚⲒϨⲒⲞⲘⲒ
૮અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા;
9 ⲑ̅ ⲞⲨⲞϨ ⲚⲞⲨⲦⲈⲚϨ ⲘⲪⲢⲎϮ ⲚϨⲀⲚϦⲈⲖⲒⲂϢ ⲘⲂⲈⲚⲒⲠⲒ ⲞⲨⲞϨ ϮⲤⲘⲎ ⲚⲦⲈⲚⲞⲨⲦⲈⲚϨ ⲘⲪⲢⲎϮ ⲚⲦⲤⲘⲎ ⲚⲦⲈϨⲀⲚϨⲀⲢⲘⲀ ⲚⲦⲈϨⲀⲚϨⲐⲰⲢ ⲈⲨⲤⲈⲂⲦⲰⲦ ⲈⲠⲠⲞⲖⲈⲘⲞⲤ
૯અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.
10 ⲓ̅ ⲞⲨⲞϨ ⲞⲨⲞⲚ ⲤⲎⲦ ⲈⲢⲰⲞⲨ ⲘⲪⲢⲎϮ ⲚⲚⲒϬⲖⲎ ⲚⲈⲘ ϨⲀⲚⲤⲞⲨⲢⲒ ⲞⲨⲞϨ ⲈⲢⲈ ⲠⲞⲨⲈⲢϢⲒϢⲒ ⲚϨⲢⲎⲒ ϦⲈⲚⲠⲞⲨⲤⲎⲦ ⲈⲈⲢⲀⲆⲒⲔⲒⲚ ⲚⲚⲒⲢⲰⲘⲒ ⲚⲈⲚⲀⲂⲞⲦ
૧૦તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી.
11 ⲓ̅ⲁ̅ ⲈϤⲬⲎ ϨⲒϪⲰⲞⲨ ⲚϪⲈⲠⲞⲨⲢⲞ ⲠⲒⲀⲄⲄⲈⲖⲞⲤ ⲚⲦⲈⲪⲚⲞⲨⲚ ⲪⲎ ⲈⲦⲈ ⲠⲈϤⲢⲀⲚ ⲘⲘⲈⲦⲈⲂⲢⲈⲞⲤ ⲠⲈ ⲘⲀⲄⲈⲆⲰⲚ ⲈϢⲀⲨⲞⲨⲀϨⲘⲈϤ ⲘⲘⲈⲦⲞⲨⲈⲒⲚⲒⲚ ϪⲈ ⲪⲎ ⲈⲦⲦⲀⲔⲞ. (Abyssos )
૧૧અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે. (Abyssos )
12 ⲓ̅ⲃ̅ ⲠⲒϨⲞⲨⲒⲦ ⲚⲞⲨⲞⲒ ⲀϤⲤⲒⲚⲒ ⲒⲤ ϨⲎⲠⲠⲈ ⲈϤⲚⲎⲞⲨ ⲚϪⲈⲠⲒⲘⲀϨⲂ ⲚⲞⲨⲞⲒ ⲘⲈⲚⲈⲚⲤⲀ ⲚⲀⲒ.
૧૨પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.
13 ⲓ̅ⲅ̅ ⲀⲠⲒⲘⲀϨ ⲚⲀⲄⲄⲈⲖⲞⲤ ⲀϤⲈⲢⲤⲀⲖⲠⲒⲌⲒⲚ ⲞⲨⲞϨ ⲀⲒⲤⲰⲦⲈⲘ ⲈⲞⲨⲤⲘⲎ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲒⲦⲀⲠ ⲚⲦⲈⲠⲒⲘⲀ ⲚⲈⲢϢⲰⲞⲨϢⲒ ⲚⲚⲞⲨⲂ ⲪⲎ ⲈⲦⲬⲎ ⲘⲠⲈⲘⲐⲞ ⲘⲠⲒⲐⲢⲞⲚⲞⲤ ⲚⲦⲈⲪϮ
૧૩પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી;
14 ⲓ̅ⲇ̅ ⲈϤϪⲰ ⲘⲘⲞⲤ ⲘⲠⲒⲘⲀϨ ⲚⲀⲄⲄⲈⲖⲞⲤ ⲪⲎ ⲈⲦⲈ ϮⲤⲀⲖⲠⲒⲄⲜ ⲚⲦⲞⲦϤ ϪⲈ ⲂⲈⲖ ⲠⲒⲆ ⲚⲀⲄⲄⲈⲖⲞⲤ ⲈⲂⲞⲖ.
૧૪તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે.
15 ⲓ̅ⲉ̅ ⲞⲨⲞϨ ⲀⲨⲂⲞⲖⲞⲨ ⲘⲠⲒⲆ ⲚⲀⲄⲄⲈⲖⲞⲤ ⲈⲂⲞⲖ ⲚⲎ ⲈⲦⲀⲨⲤⲞⲚϨⲞⲨ ⲈⲞⲨⲚⲒϢϮ ⲚⲒⲀⲢⲞ ⲈⲨⲪⲢⲀⲦⲎⲤ ⲚⲎ ⲈⲦⲤⲈⲂⲦⲰⲦ ⲈϮⲞⲨⲚⲞⲨ ⲚⲈⲘ ⲠⲒⲈϨⲞⲞⲨ ⲚⲈⲘ ⲠⲒⲀⲂⲞⲦ ⲚⲈⲘ ϮⲢⲞⲘⲠⲒ ϨⲒⲚⲀ ⲚⲤⲈϦⲰⲦⲈⲂ ⲘⲪⲢⲈⲄ ⲚⲚⲒⲢⲰⲘⲒ.
૧૫આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.
16 ⲓ̅ⲋ̅ ⲞⲨⲞϨ ⲦⲎⲠⲒ ⲘⲠⲒⲤⲦⲀⲦⲈⲨⲘⲀ ⲚⲦⲈⲠⲒϨⲨⲠⲠⲒⲔⲞⲚ ⲐⲂⲀ ⲂⲚϨⲀⲚⲐⲂⲀ ⲚⲈⲀⲒⲤⲰⲦⲈⲘ ⲈⲦⲞⲨⲎⲠⲒ.
૧૬તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી.
17 ⲓ̅ⲍ̅ ⲘⲠⲀⲒⲢⲎϮ ⲞⲨⲞϨ ⲀⲒⲚⲀⲨ ⲈⲚⲒϨⲐⲞⲢ ϦⲈⲚϮϨⲞⲢⲀⲤⲒⲤ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲦϨⲈⲘⲤⲒ ϨⲒϪⲰⲞⲨ ⲈⲞⲨⲞⲚ ϨⲀⲚϦⲈⲖⲒⲂϢ ⲚⲬⲢⲰⲘ ⲦⲞⲒ ϨⲒⲰⲦⲞⲨ ⲚⲈⲘ ⲞⲨϨⲨⲀⲔⲒⲚⲐⲒⲚⲞⲚ ⲚⲈⲘ ϨⲀⲚⲐⲎⲚ ⲞⲨⲞϨ ⲦⲀⲪⲈ ⲚⲚⲒϨⲐⲰⲢ ⲘⲪⲢⲎϮ ⲚⲦⲀⲪⲈ ⲚϨⲀⲚⲘⲞⲨⲒ ⲈⲨⲚⲎⲞⲨ ⲆⲈ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲢⲰⲞⲨ ⲚϪⲈⲞⲨⲬⲢⲰⲘ ⲚⲈⲘ ⲞⲨⲬⲢⲈⲘⲦⲤ ⲚⲈⲘ ⲞⲨⲐⲎⲚ.
૧૭આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.
18 ⲓ̅ⲏ̅ ⲞⲨⲞϨ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲀⲒⲄ ⲚⲈⲢϦⲞⲦ ⲀⲨⲘⲞⲨ ⲚϪⲈⲪⲢⲈⲄ ⲚⲚⲒⲢⲰⲘⲒ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲒⲬⲢⲰⲘ ⲚⲈⲘ ϮⲬⲢⲈⲘⲦⲤ ⲚⲈⲘ ⲠⲒⲐⲎⲚ ⲚⲎ ⲈⲐⲚⲎⲞⲨ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲢⲰⲞⲨ.
૧૮એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો;
19 ⲓ̅ⲑ̅ ⲠⲈⲢϢⲒϢⲒ ⲄⲀⲢ ⲚⲦⲈⲚⲒϨⲐⲰⲢ ⲚⲀϤⲬⲎ ϦⲈⲚⲢⲰⲞⲨ ⲠⲈ ⲚⲈⲘ ⲠⲞⲨⲤⲎⲦ ⲠⲞⲨⲤⲎⲦ ⲄⲀⲢ ⲚⲀϤⲞⲚⲒ ⲠⲈ ⲚϨⲀⲚϨϤⲰ ⲈⲞⲨⲞⲚ ϨⲀⲚⲀⲪⲈ ⲈⲢⲰⲞⲨ ⲞⲨⲞϨ ⲚϨⲢⲎⲒ ϦⲈⲚⲪⲀⲒ ⲚⲀⲨⲈⲢⲀⲆⲒⲔⲒⲚ ⲠⲈ ⲚⲚⲒⲢⲰⲘⲒ ⲚⲈⲚⲀⲂⲞⲦ.
૧૯કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને તેઓને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.
20 ⲕ̅ ⲞⲨⲞϨ ⲠⲤⲈⲠⲒ ⲚⲚⲒⲢⲰⲘⲒ ⲘⲠⲞⲨⲘⲞⲨ ϦⲈⲚⲚⲀⲒⲈⲢϦⲰⲦ ⲞⲨⲆⲈ ⲘⲠⲞⲨⲈⲢⲘⲈⲦⲀⲚⲞⲒⲚ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲒϨⲂⲎⲞⲨⲒ ⲚⲦⲈⲚⲞⲨϪⲒϪ ϨⲒⲚⲀ ⲚⲦⲞⲨϢⲦⲈⲘⲞⲨⲰϢⲦ ⲚⲚⲒⲒϦ ⲚⲈⲘ ⲚⲒⲒⲆⲰⲖⲞⲚ ⲚⲒⲚⲞⲨⲂ ⲚⲈⲘ ⲚⲒϨⲀⲦ ⲚⲈⲘ ⲚⲒϨⲞⲘⲦ ⲚⲈⲘ ⲚⲒϢⲈ ⲚⲈⲘ ⲚⲒⲰⲚⲒ ⲚⲎ ⲈⲦⲈ ⲘⲘⲞⲚ ϢϪⲞⲘ ⲘⲘⲰⲞⲨ ⲈⲚⲀⲨ ⲘⲂⲞⲖ ⲞⲨⲆⲈ ⲈⲤⲰⲦⲈⲘ ⲞⲨⲆⲈ ⲈⲘⲞϢⲒ
૨૦બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.
21 ⲕ̅ⲁ̅ ⲞⲨⲞϨ ⲘⲠⲞⲨⲈⲢⲘⲈⲦⲀⲚⲞⲒⲚ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲞⲨϦⲰⲦⲈⲂ ⲞⲨⲆⲈ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲞⲨⲪⲀϦⲢⲒ ⲚϨⲒⲔ ⲞⲨⲆⲈ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲞⲨⲠⲞⲢⲚⲒⲀ ⲚⲈⲘ ⲚⲞⲨⲤⲰϤ ⲞⲨⲆⲈ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲞⲨϬⲒⲞⲨⲒ.
૨૧વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.