< 雅歌 8 >
1 巴不得你像我的兄弟, 像吃我母親奶的兄弟; 我在外頭遇見你就與你親嘴, 誰也不輕看我。
૧જો તું મારી માના થાનને ધાવેલો મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત, ત્યારે હું તને ચુંબન કરત, તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ.
2 我必引導你, 領你進我母親的家; 我可以領受教訓, 也就使你喝石榴汁釀的香酒。
૨હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, અને તું મને શીખવત. હું તને મસાલેદાર દ્રાક્ષારસ, અને તને મારા દાડમનો રસ પીવાને આપત.
૩તેનો ડાબો હાથ મારા માથા નીચે છે; તેનો જમણો હાથ મને આલિંગન કરે છે.
4 耶路撒冷的眾女子啊, 我囑咐你們: 不要驚動、不要叫醒我所親愛的, 等他自己情願。
૪ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહી.
5 那靠着良人從曠野上來的是誰呢? 〔新娘〕 我在蘋果樹下叫醒你。 你母親在那裏為你劬勞; 生養你的在那裏為你劬勞。
૫પોતાના પ્રીતમ પર ટેકીને રણમાંથી, આ યુવતી કોણ આવે છે? મેં તેને સફરજનના વૃક્ષ નીચે જગાડયો; જ્યાં તારી માતા જન્મ આપતાં કષ્ટાતી હતી; ત્યાં તેણે તને જન્મ આપ્યો.
6 求你將我放在你心上如印記, 帶在你臂上如戳記。 因為愛情如死之堅強, 嫉恨如陰間之殘忍; 所發的電光是火焰的電光, 是耶和華的烈焰。 (Sheol )
૬મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે. (Sheol )
7 愛情,眾水不能熄滅, 大水也不能淹沒。 若有人拿家中所有的財寶要換愛情, 就全被藐視。
૭ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ, જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી. જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ તેને લોકો ધિક્કારે છે.
8 我們有一小妹; 她的兩乳尚未長成, 人來提親的日子, 我們當為她怎樣辦理?
૮અમારે એક નાની બહેન છે, હજી તે પુખ્ત થયેલી નથી, હવે જે દિવસે તેનું માગું આવશે ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું?
9 她若是牆, 我們要在其上建造銀塔; 她若是門, 我們要用香柏木板圍護她。
૯જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને દેવદાર વૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.
10 我是牆; 我兩乳像其上的樓。 那時,我在他眼中像得平安的人。
૧૦હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
11 所羅門在巴力‧哈們有一葡萄園; 他將這葡萄園交給看守的人, 為其中的果子必交一千舍客勒銀子。
૧૧સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
12 我自己的葡萄園在我面前。 所羅門哪,一千舍客勒歸你, 二百舍客勒歸看守果子的人。
૧૨મારી દ્રાક્ષવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
13 你這住在園中的, 同伴都要聽你的聲音, 求你使我也得聽見。
૧૩હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
14 我的良人哪,求你快來! 如羚羊或小鹿在香草山上。
૧૪હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.