< 詩篇 7 >
1 大衛指着便雅憫人古實的話,向耶和華唱的流離歌。 耶和華-我的上帝啊,我投靠你! 求你救我脫離一切追趕我的人,將我救拔出來!
૧દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું. હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
૨રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ મળે નહિ.
3 耶和華-我的上帝啊,我若行了這事, 若有罪孽在我手裏,
૩હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી; મારા હાથમાં કંઈ બૂરાઈ નથી.
4 我若以惡報那與我交好的人- 連那無故與我為敵的,我也救了他,
૪મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.
5 就任憑仇敵追趕我,直到追上, 將我的性命踏在地下, 使我的榮耀歸於灰塵。 (細拉)
૫જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે; મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે અને મારું માન ધૂળમાં મેળવી દે. (સેલાહ)
6 耶和華啊,求你在怒中起來, 挺身而立,抵擋我敵人的暴怒! 求你為我興起!你已經命定施行審判!
૬હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો; મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ; મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.
૭દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
8 耶和華向眾民施行審判; 耶和華啊,求你按我的公義和我心中的純正判斷我。
૮યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
9 願惡人的惡斷絕! 願你堅立義人! 因為公義的上帝察驗人的心腸肺腑。
૯દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
૧૦મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
11 上帝是公義的審判者, 又是天天向惡人發怒的上帝。
૧૧ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
12 若有人不回頭,他的刀必磨快, 弓必上弦,預備妥當了。
૧૨જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
૧૩તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.
14 試看惡人因奸惡而劬勞, 所懷的是毒害,所生的是虛假。
૧૪તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
15 他掘了坑,又挖深了, 竟掉在自己所挖的阱裏。
૧૫તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
16 他的毒害必臨到他自己的頭上; 他的強暴必落到他自己的腦袋上。
૧૬તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.
17 我要照着耶和華的公義稱謝他, 歌頌耶和華至高者的名。
૧૭હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.