< 詩篇 57 >
1 大衛逃避掃羅,藏在洞裏。那時,他作這金詩,交與伶長。調用休要毀壞。 上帝啊,求你憐憫我,憐憫我! 因為我的心投靠你。 我要投靠在你翅膀的蔭下, 等到災害過去。
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.
2 我要求告至高的上帝, 就是為我成全諸事的上帝。
૨હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.
3 那要吞我的人辱罵我的時候, 上帝從天上必施恩救我, 也必向我發出慈愛和誠實。
૩જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; (સેલાહ) તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.
4 我的性命在獅子中間; 我躺臥在性如烈火的世人當中。 他們的牙齒是槍、箭; 他們的舌頭是快刀。
૪મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.
5 上帝啊,願你崇高過於諸天! 願你的榮耀高過全地!
૫હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.
6 他們為我的腳設下網羅,壓制我的心; 他們在我面前挖了坑,自己反掉在其中。 (細拉)
૬તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. (સેલાહ)
7 上帝啊,我心堅定,我心堅定; 我要唱詩,我要歌頌!
૭હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8 我的靈啊,你當醒起! 琴瑟啊,你們當醒起! 我自己要極早醒起!
૮હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.
૯હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10 因為,你的慈愛高及諸天; 你的誠實達到穹蒼。
૧૦કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.
11 上帝啊,願你崇高過於諸天! 願你的榮耀高過全地!
૧૧હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.