< 詩篇 46 >

1 可拉後裔的詩歌,交與伶長。調用女音。 上帝是我們的避難所,是我們的力量, 是我們在患難中隨時的幫助。
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
2 所以,地雖改變, 山雖搖動到海心,
માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
3 其中的水雖匉訇翻騰, 山雖因海漲而戰抖, 我們也不害怕。 (細拉)
જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. (સેલાહ)
4 有一道河,這河的分汊使上帝的城歡喜; 這城就是至高者居住的聖所。
ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
5 上帝在其中,城必不動搖; 到天一亮,上帝必幫助這城。
ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
6 外邦喧嚷,列國動搖; 上帝發聲,地便鎔化。
વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
7 萬軍之耶和華與我們同在; 雅各的上帝是我們的避難所! (細拉)
આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
8 你們來看耶和華的作為, 看他使地怎樣荒涼。
આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
9 他止息刀兵,直到地極; 他折弓、斷槍,把戰車焚燒在火中。
તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.
10 你們要休息,要知道我是上帝! 我必在外邦中被尊崇,在遍地上也被尊崇。
૧૦લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
11 萬軍之耶和華與我們同在; 雅各的上帝是我們的避難所!
૧૧સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. (સેલાહ)

< 詩篇 46 >